હાલમાં ગુજરાતની 182 વિધાનસભા વિસ્તારોને ઘમરોળવા માં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ચાલી રહી છે. આ પરિવર્તન યાત્રાના છ એ છ ફેઝમાં જનતાનો અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે. ગઈકાલે ગુજરાતના છ અલગ અલગ સ્થાનથી પ્રસ્થાન થયેલી યાત્રાની વાત કરીએ તો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે.
સોમનાથથી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવિણ રામ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 6 કલાકે કોડીનારથી નીકળીને 10 કલાકે કોડીનાર શહેરમાં પહોંચી હતી. ત્યાંથી ઉપડી સાંજે 4 વાગે ઉનાગામ પહોંચશે. ઉનાગામથી નીકળી પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે મોટા સમઢીયાડા ખાતે વિરામ કરશે.
દ્વારકાથી પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી, ‘આપ’ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સંગઠન મંત્રી અજીત લોખીલ ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 9 કલાકે ખંભાળિયાના રણગામથી નીકળીને સવારે 10 કલાકે ખંભાળિયા નગરમાં પહોંચી હતી. ત્યાંથી નીકળ્યા પછી સાંજે 6 વાગ્યે ભાણવડ ગામ પહોંચશો. ત્યાંથી, સાંજે 7 વાગ્યે દત્તારામ બાપુ મંદિર તરફ આગળ વધશે. અને રાત્રે 8 કલાકે શનિદેવ મંદિરે પહોંચશે.
દાંડીથી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક અને ‘આપ’ નેતા રાકેશ હિરપરા ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા બીલીમોરાથી સવારે 7 કલાકે નીકળી હતી અને સવારે 10 કલાકે દેવસર પહોંચી હતી. ત્યાંથી ઉપડી સાંજે 5 વાગ્યે ઉદયચ પહોંચશે. ઉદયચથી નીકળી પરિવર્તન યાત્રા સાંજે 7 કલાકે ચીખલી ખાતે વિરામ કરશે.
અબડાસા (કચ્છ)થી કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા અને પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા વર્માનગરથી સવારે 9 કલાકે નીકળી હતી અને સવારે 10:30 કલાકે સોનલનગર પહોંચી હતી. ત્યાંથી નીકળ્યા બાદ બપોરે 12 કલાકે પરિવર્તન યાત્રા નારાયણનગર સરોવર પહોંચી હતી. નારાયણનગરથી નીકળેલી પરિવર્તન યાત્રા સાંજે 5 કલાકે હાજી પીરની દરગાહે પહોંચશે.
સિદ્ધપુરથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાની અને મહામંત્રી સાગર રબારી ની આગેવાનીમાં નીકળનારી પરિવર્તન યાત્રા ખેરાલુથી સવારે 10 કલાકે નીકળીને સાંજે 4 કલાકે સતલાસણા પહોંચશે. ત્યાંથી વડનગર જવા રવાના થશે. પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે વડનગર ખાતે રોકાશે.
ઉમરગાંવથી પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ધારાસભ્ય મહેશ વસાવા ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 9 વાગ્યે મોતાપોંઢાથી નીકળીને 11 વાગ્યે માંડવા (કપરાડા) પહોંચી હતી. ત્યાંથી નીકળ્યા બાદ સાંજે 5 વાગે વગાચીયા પહોંચશે. સાંજે 7 કલાકે પરિવર્તન યાત્રા વઘાચીયાથી નીકળી ફાટક બજાર ખાતે રોકાશે.
દરેક સ્થળ પર લોકો સાથે વાત કરીને, લોકો સાથે જમીની સમસ્યાઓ પર ચર્ચા કરીને પરિવર્તન યાત્રા આગળ વધી રહી છે. આ સાથે વિવિધ વિધાનસભાઓમાંથી જાહેર મુદ્દાઓ પર મોટી સંખ્યામાં જનમત પણ યોજવામાં આવી રહ્યો છે. જેમાં લોકોનો ઝુકાવ ઝાડુ તરફી હોવાનું સામે આવ્યું છે. મોંઘવારી, શિક્ષણ અને વીજળી ના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ આગળ વધી રહ્યા છે જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.