આજે સમગ્ર ગુજરાત ના વિદ્યાર્થીઓ તથા ટ્વીટર પર આંદોલન પર ઉતર્યા. સાથે સાથે શંકરસિંહ વાઘેલા થી લઈને મોટા નેતાઓ પણ વિદ્યાર્થીઓ ના પક્ષે ટ્વીટર આંદોલન પર આવ્યા અને સરકાર સામે સવાલ કર્યા છે કે, કયા સુધી ગુજરાત ના 15 લાખ વિદ્યાર્થીઓ બેરોજગાર બેસી રહેશે. બેરોજગારી ના આંદોલનમાં અનેક મીડિયાકર્મીઓ પણ ટ્વીટ કરીને સાથે આવ્યા. હજી પણ આ મુહિમ ચાલુ જ છે. #ResumeGujRecruits પર ટ્વીટ કરી સાથે બીજા આઈડી પણ ટેગ કરો જેથી કરીને યોગ્ય ન્યાય મળી રહે તેવી વિનંતી આ આંદોલનકારીઓ દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના આ આંદોલનને ગુજરાત કોંગ્રેસ અને ગુજરાત આમ આદમી પાર્ટીએ ટેકો આપ્યો હતો.
हमारा सिस्टम एक बच्चे की डाइपर की तरह है
“कही से गिला” तो “कही ढीला”।
मै आज गुजरात में कोरोना से भी ज्यादा भयंकर रोग से पीड़ित हूँ जो है “बेरोजगारी” जिसकी दवाई सिर्फ सरकार के पास ही है #ResumeGujRecruits @isudan_gadhvi @rssurjewala @devanshijoshi71 @vijayrupanibjp @abpasmitatv— Chintan Sanghani (@ChintanSanghan4) May 31, 2020
હજી થોડાક દિવસ પહેલા જ ગુજરાત ના વિદ્યાર્થીઓ એ #Declaregujexam નામનો ટ્રેન્ડ સ્વયંભૂ રીતે વિદ્યાર્થીઓએ ચલાવ્યો હતો. જેને કોંગ્રેસ પક્ષ તેમજ પત્રકારો એ સપોર્ટ આપ્યો હતો. હવે તો ગુજરાત ના વિદ્યાર્થીઓ એ ત્યાં સુધી તૈયારી કરી લીધી છે કે, જ્યાં સુધી પરિક્ષા ની તારીખ જાહેર ન કરે ત્યાં સુધી થોડાક થોડાક દિવસે નવા હૅશટૅગ ચલાવશે.
શિક્ષણમંત્રી ચૂંટણીમાં ચોરી કરતા પકડાય તો 48 કલાકમાં કોર્ટનો સ્ટે આવી જાય.
અને વિદ્યાર્થીની પરીક્ષાઓ પાંચ-પાંચ દસ દસ વર્ષ સુધી પુરી થાય જ નહીં..
વિદ્યાર્થીઓના કિંમતી સમયની અને કારકિર્દીની કોઈ વેલ્યુ જ નથી??
બેરોજગાર યુવાનોની મશ્કરી બંધ કરો.#ResumeGujRecruits
— Gopal Italia (@Gopal_Italia) May 31, 2020
આંદોલનકારી વિદ્યાર્થી યુવાનોની વેદના છે કે, “કોરોના મહામારી માં ઘણા બધા વિદ્યાર્થીઓની જોબ જતી રહી છે, અમુક લોકો જોબ માં રજા મૂકીને તૈયારી કરતા હોય છે ત્યારે હવે કુટુંબ નું પણ પ્રેશર હોવાથી તેમને ફરજિયાત પણે નાની મોટી નોકરી લેવાનો વખત આવી ગયો છે અને કુટુંબ માટે આવક નું સાધન બને છે. જો આવું ને આવું રહ્યું તો સારી લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જશે. ગૂડ ગવર્નન્સ વાતું કરવા વાળી સરકાર ને સારા અધિકારીની જરૂર જ નથી હવે એવા પ્રશ્ન ઉત્પન્ન થયા છે.”
તૈયારી કરતા દરેક વિદ્યાર્થીએ એટલું જ્ઞાન મેળવી લીધું છેકે જો તેમને સરકારી નોકરી ન આપવામાં આવી તો વિદ્યાર્થીઓ પોતાની પાર્ટી બનાવીને નેતા બનવા નીકળશે તો તમારે જીતવું મુશ્કેલ બની જશે એના કરતાં તેમને સરકારી અધિકારી બનવા દયો અને દેશના વિકાસ માં ભાગીદાર બનાવો#ResumeGujRecruits @CMOGuj
— Hardik Shekhaliya (@HardikPatel_79) May 31, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news