સુરત પુણાના બે યુવાનો લાઈવ જુગાર રમતા ઝડપાયા- સુરતથી છેડા ઠેક ઉત્તર પ્રદેશ અને નેપાળ સુધી પહોચ્યા

સુરત(ગુજરાત): ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના સટ્ટાબાજોના માધ્યમ દ્રારા પુણામાં ફોન પર ઓનલાઇન લાઇવ નેપાળ જુગાર રમતા-રમાડતા 2 જુગારીઓની પોલીસે ધડપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી…

સુરત(ગુજરાત): ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના સટ્ટાબાજોના માધ્યમ દ્રારા પુણામાં ફોન પર ઓનલાઇન લાઇવ નેપાળ જુગાર રમતા-રમાડતા 2 જુગારીઓની પોલીસે ધડપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.11 લાખનો જુગાર પણ જપ્ત કરી 4 જુગારીઓ વિરુધ ગુનો નોંધ્યો કર્યો હતો. પુણા PI વી.યુ. ગડરિયાએ જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે, પુણામાં બ્રિજ નીચે બે જુગારી મોબાઈલ ફોન પર ઓન લાઈન લાઇન વિદેશ જુગાર રમે છે અને રમાડે પણ છે.

પોલીસે માહિતીના આધારે પુણા બ્રિજ નીચેથી આરોપી નિલેશ ઉર્ફ બહુચર કૃપા મનસુખ રૂપારેલિયા અને હિરેન બળવંતરાય પંડ્યાને ફોન પર લાઇવ જુગાર રમતા-રમાડતા રંગે હાથે પકડી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ફોન અને રોકડા 2 લાખ સહિત 2.11 લાખનો માલ જપ્ત કર્યો છે. લાઇવ જુગાર આરોપીઓ એસડીએમઇએક્સસીએચ99 નામની વેબસાઇટ દ્રારા રમતા હતા. મળતી માહિતી અનુસાર, નિલેશ ફોન પર ઉત્તરાખંડ અને યુપીના સટ્ટાેબાજો સાથે સંપર્કમાં રહીને નેપાળમાં લાઇવ જુગાર રમાડે છે. જુગાર રમનાર નિલેશનો સંપર્ક કરી તેને રૂપિયા પુરા પાડે છે. ત્યારબાદ ઉત્તર ભારતના સટ્ટાબાજોને નિલેશ જુગાર રમનારનું નામ અને નંબર આપે છે.

જુગારીનું આઈડી જનરેટ કરીને સટ્ટાબાજો મોકલી આપતો હતો. ત્યારબાદ જુગારી ફોન પર લાઇવ જુગાર રમવા લિંક ખોલે એટલે નેપાળમાં લાઈવ જુગાર રમી શકે છે. નોંધનીય છે કે, અગાઉ પણ સટ્ટાબાજ નિલેશ વિરુદ્ધ વરાછા પોલીસમાં જુગારના બે કેસ નોંધાયા છે. પોલીસે નિલેશ અને હિરેન પંડ્યા, બ્રિજેશ સુદામા અને રાહુલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *