પંજાબ: અહીં આવેલ જાલંધર-ફગવાડા હાઈવે (Jalandhar-Phagwara Highway) પર ગઈકાલે પોલીસ ઈન્સ્પેક્ટર (Police inspector) ની કારે બે યુવતિઓને અડફેટે લીધી હતી. આ ઘટના સવારે 8:30 વાગ્યાના સુમારે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટના સમયે બન્ને યુવતિઓ (Young women) રોડ ક્રોસ કરી રહી હતી. આ ઘટનામાં નવજોત કૌરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જ્યારે અન્ય એક યુવતીને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ ટક્કર મારનારી કાર હોશિયારપુરની હોવાનું જાણવા મળ્યું છે. જેને પંજાબ પોલીસના ઈન્સ્પેક્ટર અમૃત પાલ સિંહ ચલાવી રહ્યા હતા. તેઓ હરિકે પત્તનમાં ફરજ બજાવી રહ્યા છે. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને કાર કબ્જે કરી લેવાઈ છે. આ ટક્કરના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
View this post on Instagram
આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, એક સફેદ રંગની કાર એકસાથે 2 યુવતીને ટક્કર મારતી દેખાઈ રહી છે. ખૂબ જ ઝડપથી કાર આવી રહેલ હોવાનું જોઈને યુવતી એકદમ પાછળ હટી જાય છે, એમ છતાં પણ કાર તેમને ટક્કર મારીને ફંગોળી દે છે.
કામ અર્થે ઓટો શોરૂમ જઈ રહી હતી યુવતીઓ:
એવું જાણવા મળ્યું છે કે, બન્ને યુવતીઓ જાલંધરના એક ઓટો શોરૂમમાં કામ કરી રહી હતી. તેઓ ઘરેથી શોરૂમ જઈ રહી હતી. આ સમયે હાઈવે ક્રોસ કરતી વખતે કારે તેમને ટક્કર મારી હતી. ઘટના સર્જાયા પછી મૃતક યુવતીના પરિજનો દ્વારા હાઈવે જામ કરી દેવાયો હતો.
આની સાથે-સાથે તેમની સાથે અન્ય લોકોએ પણ ધરણા કર્યાં હતા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને તેમને સમજાવ્યા લાગ્યા હતા. આ સમયે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિકમાં સેનાની એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.