પોરબંદર(Porbandar): રાજ્યમાં આ વર્ષે ચોમાસા (Monsoon)ની શરૂવાતથી જ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને કારણે અનેક દુર્ઘટનાઓ પણ સર્જાય છે. ત્યારે હાલ વધુ એક દુર્ઘટનાના સમાચાર મળી આવ્યા છે. રાણાવાવ (Ranawav)ના વાળોત્રા ગામના બે યુવાનો મીણાસર નદી (Meenasar river)ના કોઝવે(Causeway) પરથી પાણીમાં તણાયા છે. આ બંને યુવાનો બાઇક લઇને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન જ તેઓ બાઇક સાથે ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઇ ગયા હતા. હાલ બંને યુવાનોને શોધવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાણાવાવના વાળોત્રા ગામના રહેવાસી બે યુવાનો મીણાસર નદી પરના કોઝ વે પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ પાણીના ધસમસતા પ્રવાહમાં બંને યુવાનો બાઇક સાથે તણાઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા. જે બાદ તંત્ર દ્વારા યુવાનોને શોધવાની તજવીજ હાથ ધરાઇ છે.
જાણવા મળ્યું છે કે, આ પહેલા પણ કોઝવેના ધસમસતા પ્રવાહમાં લોકો અને પ્રાણીઓ તણાયાની અનેક ઘટના સામે આવી છે. તે છતાં પણ લોકો આ પ્રવાહમાં બેદરકારીપૂર્વક જઇ રહ્યા છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ યુવાનોના પરિવારમાં આ સમાચારને કારણે માતમ છવાયો છે. હાલ બંને યુવાનોને શોધવા માટે તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.