પોલીસે એક મોટી ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. 250 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં નોઇડાથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આટલી મોટી છેતરપિંડી માત્ર 4 મહિનાના ગાળામાં કરવામાં આવી હતી.
છેતરપિંડી ચીનની સ્ટાર્ટઅપ સ્કીમ હેઠળ બનાવવામાં આવેલી એક એપ દ્વારા કરવામાં આવી હતી. આ એપને દેશના લગભગ 50 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપ દ્વારા લોકોને 15 દિવસમાં તેમના નાણાં બમણા કરવાની લાલચ આપવામાં આવી હતી. આ લાલચમાં આવીને દેશના લાખો લોકોએ આ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી અને રૂપિયા નાખ્યા હતા. આ છેતરપિંડીમાં 15 દિવસમાં પૈસા બમણા કરવા માટે, પહેલા લોકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી રહી હતી, ત્યારબાદ તેમને 15 દિવસમાં પૈસા બમણા કરવાની લાલચ આપવામાં આવતી હતી.
આ રીતે થયો કરોડોના કૌભાંડનો પર્દાફાશ
હરિદ્વારના રહેવાસીઓએ પોલીસને જાણકારી આપી હતી કે, “પાવર બેંક એપ” નામની એપ્લીકેશનથી ૧૫ દિવસમાં રૂપિયા ડબલ કરવા અમે આ એપમાં રૂપિયા જમા કરાવ્યા હતા. પહેલા ૯૩ હજાર અને બીજીવાર ૭૨ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. અને અમને કહેવામાં આવ્યું હતું કે, ૧૫ દિવસમાં જ રૂપિયા ડબલ થઈને તમારા ખાતામાં આવી જશે.
પરંતુ જ્યારે કેટલાય દિવસ વીત્યા બાદ રૂપિયા જમા નહી થતા પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ ભંડોળ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. આર્થિક વ્યવહારનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે પોલીસના હાથમાં 250 કરોડની છેતરપિંડી સામે આવી. હતી એસએસપી અજયસિંહે જણાવ્યું હતું કે, પોલીસની તપાસમાં એક મોટી વાત સામે આવી છે કે, છેતરપિંડી કરનારાઓ ભારતીય ઉદ્યોગપતિને કમિશનની લાલચ આપીને એક એપ દ્વારા લોકોને લોન આપવાની વાત કરતા હતા.
પહેલા આ એપ દ્વારા લોકોને લોન આપવાની સ્કીમ હતી ત્યારબાદ આ સ્કીમને બદલવામાં આવી હતી. ત્યારબાદ એવી સ્કીમ આપવામાં આવી રહી હતી કે, ૧૫ દિવસમાં જ રૂપિયા ડબલ થઇ જશે. આ સ્કીમનો ભોગ બની લાખો લોકોએ આ એપ્લીકેશનમાં રોકાણ કર્યું હતું. શરૂઆતમાં ઘણા લોકોને તેના રૂપિયા આપવામાં પણ આવ્યા હતા.
એસએસપી અજયસિંહે કહ્યું કે, લાંબી છાનભીન પછી આરોપી પવન પાંડે નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી ૧૯ લેપટોપ, 592 સીમકાર્ડ, 5 મોબાઈલ ફોન, 4 એટીએમ કાર્ડ અને 1 પાસપોર્ટ મળી આવ્યા છે. એસટીએફને તપાસમાં જાણવા મળ્યું કે આ નાણાં ક્રિપ્ટો ચલણમાં ફેરવીને વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા આ ઘટનાની વધારે શોધખોળ કરવામાં આવી રહી છે અને બાકીના આરોપીને પોલીસ શોધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.