વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલ જન્મદિવસ છે ત્યારે સુરતના સાયન્સ સેન્ટર ખાતે એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કથન અને કાર્યશૈલીને લગતું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે.
બે દિવસના આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી આશા સેવવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે ત્યારે સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન મોદીના કાર્યો,સુત્રો, યોજનાઓ સહિતના તેમના પ્રવાસો સહિતની વિગતો દર્શાવતાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
બે દિવસીય એક્ઝિબિશનમાં સાંજના સમયે રોક બેન્ડ અને આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે.સમગ્ર એક્ઝિબિશનમાં પીએમ મોદીના જન્મથી લઈને તેમની અત્યાર સુધીની કાર્યશૈલી પર એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.