ગુજરાતમાં એકબાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ કમોસમી વરસાદ સાથે વધુ એક મુશ્કેલીમાં વધારો કર્યો છે. સોરાષ્ટ્રનાં ચોટિલા, અમરેલી અને સાવરકુંડલા, ભાવનગર સહિતનાં વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કડાકા ભડાકા સાથેના પવન સહિત કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ત્યાંના ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. અહીં થતા તલ, મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ગારિયાધારમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ધારી પંથક અને લીલીયામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. ધારીના ગ્રામ્ય વિસ્તાર સુખપુર, ગોવિંદપુર, વિરપુર સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. જેમાંથી કેટલાક વિસ્તારોમાં એક ઈંચ કરતા પણ વધુ વરસાદ થયો છે. ગાજવીજ અને કરા સાથે વરસાદના કારણે કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે અને ભારે પવનના કારણે આંબામાંથી કેરીઓ પણ ખરી પડી છે.
રાજકોટના કોટડાસાંગાણી પંથકમા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રામોદ, રાજપીપળા, પાંચતલાવડા, વાદિપરા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો.
ભાવનગર શહેર અને જિલ્લામાં 40 ડીગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમી વચ્ચે વલ્લભીપુરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગોંડલ તાલકુકાના દેરડીકુંભાજી, કેશવાળા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે છાંટા પડ્યા હતા. મોવીયા અને શ્રીનાથગઢ ગામમાં કમોસમી વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતું થઇ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news