અમેરિકામાં દક્ષિણ અને મધ્ય એશિયાની કાર્યવાહક સહાયક મંત્રી એલિસ જી.વેલ્સે શનિવારે ઈસરોને ચંદ્રયાન -2 મિશન માટે શુભેચ્છા આપતા કહ્યું કે, ભારતનો આ પ્રકારનું મિશન એ એક ખુબ જ મોટી સિદ્ધી છે. એક અમેરિકી રાજદૂતે ટ્વીટ કરીને કહ્યું કે, અમે ચંદ્રયાન-2ના ઐતિહાસિક પ્રયાસ માટે શુભેચ્છાઓ આપીએ છીએ. આ મિશન ભારતને ઘણું આગળ સુધી લઈ જશે અને વૈજ્ઞાનિકોનો આંકડાઓ એકઠા કરવાનો પ્રયાસ ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે. અમને આશા છે કે ભારત પોતાની અંતરિક્ષ આકાંક્ષાઓને જરૂર હાંસિલ કરશે.
સાથે જ વિક્રમ લેન્ડરથી ઈસરોનો સંપર્ક તૂટ્યા બાદ સોશયલ મીડિયા યુઝર્સે વૈજ્ઞાનિકોને આ પ્રયાસની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું કે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 384400 કિમી છે પરંતુ ગત રાતે ભારત અને ચંદ્રનું અંતર અંદાજે 2.1 કિમી રહી ગયું હતું. ભારતીય હોવાનો અમને ગર્વ છે. ઈસરોને ખુબ શુભેચ્છાઓ. એક અન્ય યુઝરે લખ્યું કે, અમારા જેવા લોકો સામાન્ય વૈજ્ઞાનિક પ્રયોગો સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરી કરવા લાગ્યા છે. ટેકનીકલ ખામીઓના કારણે જ્યારે ચંદ્રયાન મિશન સંઘર્ષ કરવા લાગ્યું હતું. ત્યારબાદ વૈજ્ઞાનિકોને ભાવુક થયેલા જોઈને અમારી આંખો પણ ભીંજાઈ હતી.
ચંદ્રયાન-2 ના કારણે દુનિયાભરમાં ભારતની વાહ વાહ.
ઈસરોએ વૈજ્ઞાનિકોની દુનિયાભરમાં પ્રશંસા રહી છે, કારણ કે વિમાનમાંથી 10 ગણી ફાસ્ટ સોફ્ટ લેન્ડીંગ સરળ નથી. અમેરિકી સમાચાર ન્યૂયોર્ક ટાઈમ્સથી માંડી વોશિંગ્ટન પોસ્ટ અને બ્રિટીશ સમાચાર બીબીસીથી માંડી ધ ગાર્જિયન સુધી દરેકે ચંદ્રયાન-2ને મહત્વ આપ્યુ અને તેને અત્યાર સુધીનું સૌથી મહત્વાકાંક્ષી મિશન ગણાવ્યું.
ઓર્બિટરથી લેન્ડર વિક્રમ 2 સપ્ટેમ્બરે અલગ થયું હતું.
ઈસરોના ચેરમેને શનિવારે મોડી રાતે આ અંગેની જાહેરાત કરી હતી ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાથી 2.1 કિમી પહેલા વિક્રમ લેન્ડરથી અમારો સંપર્ક તૂટી ગયો હતો. આ પહેલા વિક્રમે 2 સપ્ટેમ્બરે ચંદ્રયાન -2 ઓર્બિટરથી અલગ થયું હતું. આ ઓર્બિટરે ચંદ્રની કક્ષામાં સતત ચક્કર લગાવ્યા હતા. આ મિશન છેલ્લી 22 જૂલાઈના રોજ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.