ઘણા લોકોને બાઈક ચલાવતા-ચલાવતા મોબઈલ ફોન ઉપર વાત કરવાની ટેવ હોય છે. જેના કારણે અકસ્માત પણ થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરવું એ હવે તમારા ખિસ્સા ઉપર ભારે પડી શકે છે. ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગે ગુરુવારે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ટ્રાફિકના નિયમો તોડવા માટે ભારે દંડ લાદવામાં આવ્યો છે. હવે જો રાજ્યમાં કોઈ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા પકડાય તો તેને દંડ રૂપે 10,000 રૂપિયા ચૂકવવા પડશે.
માત્ર એટલું જ નહીં, ટુ-વ્હીલર ચાલકો માટે ભારે દંડની જોગવાઈ છે. જો ટુ વ્હીલર ડ્રાઇવરને હેલ્મેટ વગર પકડવામાં આવે તો તેને 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને જો બીજી વખત તેને પકડવામાં આવશે તો તેને 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. જણાવી દઈએ કે, સરકારે જૂન મહિનામાં આ માટેનો આદેશ પસાર કર્યો હતો અને હવે તેને લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
A penalty of Rs 10,000 to be imposed on people using mobile phones while driving. Notification issued by the State Transport Department on July 30, Thursday after #UttarPradesh govt passed this mandate in June. pic.twitter.com/tkqdGFLJfN
— ANI UP (@ANINewsUP) July 31, 2020
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લાદવામાં આવેલા આ જોરદાર દંડ પાછળ માર્ગ સલામતીને ધ્યાનમાં લેવામાં આવી છે. હકીકતમાં, તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે કેન્દ્ર સરકારે એક નવો મોટર વ્હીકલ એક્ટ રજૂ કર્યો હતો, જેનો રાજ્યોએ તેમના મુજબ અમલ કર્યો હતો. મોટર વાહનો સુધારણા બિલ 2019 ને રાષ્ટ્રપતિ દ્વારા 9 ઓગસ્ટ 2019 ના રોજ મંજૂરી આપવામાં આવી હતી.
તે સમયે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે “આ કોઈ આવક મેળવવાની યોજના નથી, શું દર વર્ષે દોઢ લાખના મોતની તમે ચિંતા કરતા નથી?” જો રાજ્ય સરકાર વધારાનો દંડ ઘટાડવા માંગે છે, તો શું તે યોગ્ય નથી કે, લોકોને કાયદો યાદ નહીં આવે અને ન તો તેનો ડર રાખશે.” તેમણે આ નિવેદન એટલા માટે લીધું છે કારણ કે, ઘણા રાજ્યોની સરકારોએ રાજ્યમાં નવા ટ્રાફિક કાયદાને લાગુ કરવાનો ઇનકાર કર્યો હતો અથવા તેની દંડમાં ઘટાડો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP