ઈનામદારના રાજીનામાં બાદ વડોદરા ભાજપમાં ભડકો, એક સાથે 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા

ગુજરાતમાં ફરી એકવાર ભાજપમાં ભડકાના એંધાણ છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે બુધવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો હોવાની જાહેરાત કરતા ગુજરાત ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો. કામો નહીં થતા હોવાનું જણાવીને ભાજપના એમએલએ ઈનામદારે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેના પડઘારૂપે ગુરુવારે કેતન ઈનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકા, પંચાયત અને એપીએમસીમાંથી પણ ટપોટપ રાજીનામા પડ્યા છે.

કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી અને ડેસરના 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. ગુરુવારે સવારે સાવલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 19 જેટલા સભ્યોએ એક સાથે રાજીનામા આપી દીધા છે. આ ઉપરાંત સાવલી ગ્રામપંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 15 અને વડોદરા જિલ્લા પંચાયના ચાર સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે. દરમિયાન સાવલી એપીએમસીના ચેરમેન અને 14 જેટલા ડિરેક્ટરોએ પણ રાજીનામા સોંપ્યા છે. કેતન ઈનામદાર અને સમર્થકોના રાજીનામાથી ગુજરાત ભાજપમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.

રાજીનામું આપનાર તાલુકા પંચાયતના સભ્યોના કહેવા પ્રમાણે, સાવલીમાં અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે. અહીં વિકાસના કોઈ કામ થઈ રહ્યા નથી. સાવલી નગરપાલિકાનું વીજળીનું કનેક્શન પણ કપાય ગયું છે. આ મામલે અધિકારીઓ અને મંત્રીઓને રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત 34 ગામમાં ડીપ ઇરિગેશન માટે નહેર આપવાની માંગણી પણ ઘણા દીવસોથી પડતર છે.

ભાજપમાં ઈનામદાર રહી શકે ઈમાનદાર નહીં : કોંગ્રેસ

કોંગ્રેસ આ મામલે ભાજપના ધારાસભ્ય ઈનામદારે સત્ય બોલીને યોગ્ય પગલું લેવા બદલ બિરદાવ્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપમાં ઈનામદાર રહી શકે છે પરંતુ કોઈ ઈમાનદાર નેતા નથી રહી શકતા. આ સાથે જ ભાજપના વધુ ધારાસભ્યો પણ આગામી સમયમાં રાજીનામાં આપવા આગળ આવે તેવી અપેક્ષા સેવવામાં આવે છે.

નગરપાલિકાના સભ્યો કેતન ઇનામદારના સમર્થનમાં આવ્યા

ઉલ્લેખનિય છે કે, વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે ગઇકાલે રાજીનામુ આપ્યું હતું. અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો હતો. વિકાસ કાર્યો ન થતાં હોવાથી રાજીનામુ આપ્યું હતું, ત્યારબાદ કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના ભાજપના 19 સભ્યોએ આજે રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતના 4 સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. અને સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 15 સભ્યોએ રાજીનામા આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *