ગમે તે થાય પણ લગ્નતો કરવા જ છે, ગુજરાતના આ વર-વધુએ માસ્ક પહેરી કર્યા ધામધૂમથી લગ્ન. જાણો વિગતે

કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ હવે કોરોનાએ પગ પેસારો કર્યો છે.  ગુજરાતમાં કોરોના વાયરસના એક પછી એક નવા નવા કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 14 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં 3, સુરતમાં 3 અને રાજકોટમાં 1 કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે. કોરોના વાયરસની દહેસતની વચ્ચે વડોદરામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. વડોદરામાં વર અને કન્યાએ માસ્ક પહેરીને લગ્ન કર્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, લગ્નમાં આવનારા લોકો માટે પણ સેનેટાઈઝરની વ્યસ્થા કરવામાં આવી હતી.

વડોદરાના વરઘોડિયા રોડ પર આવેલી મનસ્વી સોસાયટીમાં રહેતી નીધી સોનુંણેને પરણવા માટે અમદાવાદથી શશાંત જાધવની જાન આવી હતી. લગ્નમાં આવેલા લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. કોરોના વાયરસના કારણે શશાંતના લગ્નની તારીખ ત્રણ વખત બદલવામાં આવી હતી પરંતુ ચોથી વખત કોરોના વાયરસથી બચવાના ઉપાયોની સાથે લગ્ન પ્રંસંગ યોજવામાં આવ્યો હતો. લગ્નમાં આવેલા તમામ લોકોમાં કન્યા પક્ષ દ્વારા માસ્કની અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કોરોના વાયરસની બીમારી ચાલી રહી છે. લગ્ન પ્રસંગ હોય તે જગ્યા પર ઘણાબઘા લોકો એકઠા થતા હોય છે. ત્યારે લગ્નમાં આવનારા તમામ લોકોની સુરક્ષા માટે માસ અને લોકોના હાથ સાફ કરવા માટે સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્ન પ્રસંગમાં ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કોરોના વાયરસના કારણે લોકોની સંખ્યા લગ્નમાં ઓછી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *