વડોદરા(ગુજરાત): ભૂતકાળમાં પોલીસ જવાનોની લુખ્ખાગીરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેવામાં વધુ એક કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. વડોદરા શહેરના વડસર વિસ્તારમાં 2 પોલીસ જવાનોએ એક પાનની દુકાનના વેપારીને પછાડી પછાડીને ઢોર માર મારવાનો બનાવ ફરી એક વાર ખાખી પર સવાલો ઉભા કર્યા છે.
એક પાનની દુકાન રાત્રી કર્ફ્યું પછી પણ ખુલ્લી રહેતી હોવાની માહિતી મળતા માંજલપુર પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં દુકાને પહોંચી ગયા હતા. રાત્રી કર્ફ્યું દરમિયાન દુકાન કેમ ખુલ્લી રાખી છે તેવો સવાલ કરીને વેપારી પર તૂટી પડ્યા હતા.
માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોર તેમજ હરીશ ચૌહાણને ખાખીનો પાવર હતો કે, વેપારી 2 હાથ જોડી તેમની માફી માંગતો રહ્યો હતો. છતાં આ બંને પોલીસ જવાનો લાચાર વેપારીને પછાડી પછાડીને માર મારતા રહ્યા હતા. જેના કારણે વેપારીને ઇજાઓ પણ પોહચી હતી.
લોકો પાસે કાયદાનું પાલન કરાવવું એ પોલીસની જવાબદારી છે. જો વેપારી એ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો માંજલપુર પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ ઠાકોરભાઇ તેમજ હરીશ ચૌહાણ એ વેપારી સામે ગુનો દાખલ કેમ કર્યો નહીં?? તેમજ પોલીસને આ પ્રકારે સામાન્ય જનતાને ઢોર માર મારવાનો અધિકાર કોણે આપ્યો એ સૌથી મોટો સવાલ છે.
સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થતા DCP કરણરાજ વાઘેલા મીડિયા સમક્ષ પોલીસના આ પ્રકારના વર્તનની નિંદા કરી ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ACP કુપાવતને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.