ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. એક રીસર્ચ અનુસાર, એક દિવસ દરમ્યાન સરેરાશ 9 થી 10 અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. આવા અકસ્માત દરમ્યાન ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. આજે આવી જ એક દુઃનીય ઘટના સામે આવી છે. સુરત નજીક માંગરોલમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત દરમ્યાન માંડવીના મહિલા નાયબ મામલતદાર અને તેમના પતિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
આ સમગ્ર ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. માંગરોળ તાલુકાનાં વાંકલ ઝંખવાવ ગામના બહારના રસ્તા પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર માંડવીના મહિલા નાયબ મામલતદાર અને તેમના પતિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. હાલ માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, માંડવીના મહિલા નાયબ મામલતદારનાં પતિ સૂમૂલ ડેરીનાં કર્મચારી હતા.
પોલીસે સમગ્ર ઘટના અંગે જણાવતા કહ્યું કે, આજે વહેલી સવારથી માંગરોળ તાલુકામાં ઝરમર વરસાદ થઇ રહ્યો છે. ત્યારે વાંકલ ઝંખવાવ ગામ પાસે એક ડમ્પરે કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ધડાકાભેર હતો કે, ડમ્પર બાજુમાં પલટી ગયુ હતું અને કાર એક બાજુથી આખી પિચકાઇ ગઇ છે. કમકમાટીભર્યા અકસ્માતમાં ઘટનાસ્થળે જ કારમાં સવાર દંપતીનાં મોત નીપજ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews