‘સાથ નિભાના સાથીયા’ આ સિરિયલે ઘરે-ઘરે પોતાનું સ્થાન બનાવી નાંખ્યું હતું. આ સીરીયેલમાં ઉર્મિલાના નામથી પ્રખ્યાત થયેલ TV એેક્ટ્રેસ વંદના વિઠ્ઠલાણીને સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં તેમને ખુબ પોપ્યુલારિટી મળી હતી. વંદના હાલમાં એકસાથે 2 ટીવી સીરિયલમાં કામ કરી રહ્યાં છે. તેમાં એક છે પંડ્યા સ્ટોર તથા બીજી જલ્દી જ ટીવી પડદે આવી રહી છે. જેનુ નામ છે તેરા મેરા સાથ રહે. આપને જાણીને ખુબ આશ્ચર્ય થશે કે, વંદના એક્ટિંગની સાથે સાથે રાખડી વેચવાનો પણ વ્યવસાય કરી રહી છે.
સેટ પર બનાવે છે રાખડીઓ:
વંદના હાલમાં પોતાના શુટિંગમાં ખુબ વ્યસ્ત રહે છે પણ શુટ પછી તેઓ સમય કાઢીને રાખડીઓ બનાવે છે. તેઓ રાખડીઓ ઓનલાઈન પણ વેચે છે. આટલુ જ નહિ, સેટ પર શુટિંગ પછી વધતા સમયમાં તેઓ રાખડીઓ બનાવવાનું કામ કરે છે. કેટલાક સ્ટાર્સ તેમના આ કામની પ્રશંસા કરી રહ્યા છે.
વંદના આંકડાના એક્સપર્ટ છે. તેમને રાખડી બનાવવાનો વિચાર ગત વર્ષે આવ્યો હતો. જ્યારે તેમની પાસે કોઈ કામ ન હતું, ત્યારે તેમણે રાખડી બનાવીને વેચવાની શરૂઆત કરી હતી. આ વ્યવસાય હાલમાં ખુબ ચાલી રહ્યો છે તેમજ સાથે-સાથે લોકોની પ્રશંસા મેળવી રહ્યા છે.
ગયા વર્ષે શરૂ કર્યું હતું આ કામ:
ગત વર્ષે એક્ટ્રેસે નામ તથા જન્મ તારીખના લકી અંકના હિસાબથી રાખડીઓ બનાવવાનાં કામની શરૂઆત કરી હતી. જેને લીધે તેમને થોડી આર્થિક મદદ મળી શકે. હાલમ તેમની પાસે કામ છે, તો તેઓ આ કામ છોડવા નથી માંગતા. વંદનાએ સ્પોટબોયને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોરોનાને લીધે કેટલાક લોકોને પોતાનો પ્રોફેશન બદલવો પડ્યો હતો. કારણ કે કમાણીનું માધ્યમ ઠપ્પ થઈ ગયુ હતું.
લોકોને ગમ્યુ આ કામ:
વંદના જણાવતા કહે છે કે, હાલમાં મારી પાસે 2 શો છે. એમ છતાં હુ રાખડી બનાવું છું. મને આની માટે ખુબ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં મને ઘણી રાખડીઓનો ઓર્ડર મળી ચૂક્યો છે. આની સાથે જ કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન દુનિયાની રફ્તાર થંભી ગઈ હતી. આવા સમયમાં મારા આ ટેલેન્ટનો ખુબ સારો ઉપયોગ કરીશ. હું પાયલ અને હેન્ડમેડ જ્વેલરી પણ બનાવું છું. હવે હુ ક્યાંય અટકાવાની નથી. મારો વ્યવસાય ચાલતો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.