માં ભૌમ કાજે પોતાનું યશસ્વી બલીદાન આપનાર શહીદને સો-સો વંદન: જન્મદિનનાં દિવસે શહીદ થયો વીર જવાન

કેટકેટલાય જવાનોએ માં ભૌમને કાજે પોતાનું બલિદાન આપ્યું છે ત્યારે દેશને આતંકવાદીઓ બચાવવા માટે હસતા હસતા પોતાનું બલિદાન આપી દેતા આવા જ એક વીર જવાનની…

કેટકેટલાય જવાનોએ માં ભૌમને કાજે પોતાનું બલિદાન આપ્યું છે ત્યારે દેશને આતંકવાદીઓ બચાવવા માટે હસતા હસતા પોતાનું બલિદાન આપી દેતા આવા જ એક વીર જવાનની શહીદીને લઈ સમાચાર સામે આવ્યા છે. આવા વીર જવાનને જન્મ આપનાર જનેતાને આપણે સલામ કરીએ છીએ.

આની સાથે જ એવી પત્નીઓને પણ સલામ કે, જે પોતાના સુહાગને સરહદ પર લડવા માટે મોકલે છે. હવે આ દરમિયાન, ભારતીય સેનાની એક શાખા રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત 22 વર્ષનાં સૌરભ કટારાએ તેમના જન્મદિન પ્રસંગે ભારત માતા માટે પોતાનું બલિદાન આપ્યું છે.

સૌરભ રાજસ્થાનમાં આવેલ ભરતપુરનો રહેવાસી હતો. આપને જણાવી દઈએ કે, તેઓ ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સમાં પોસ્ટ થઇને ભારત માતાની સેવા કરી રહ્યા હતા. તેઓ હજુ 8 તારીખે લગ્ન કરવા માટે ઘરે આવ્યો હતો. ત્યારબાદ 16 તારીખે ફરીથી ફરજ પર ગયો ત્યારે થોડા દિવસ પહેલા બહેનના લગ્ન માટે ગામમાં આવ્યો હતો.

કન્યાના હાથ પર મહેંદીનો રંગ પણ સૂકાયો ન હતો એના પહેલાં જ તેણે તેના પતિની ચિત્તા પ્રગટાવવી પડી હતી. લગ્ન કર્યા બાદ, તે તેના પતિને તેના સૌપ્રથમ જન્મદિન પર શુભેચ્છા પાઠવવા માંગતી હતી. પરિવાર લગ્ન કર્યા પછી સૌરભના પહેલા જન્મદિનની તૈયારીમાં વ્યસ્ત હતો.

આની પહેલા જ સૌરભ પરિવાર છોડીને કાયમ માટે ચાલ્યો ગયો હતો. બોમ્બ બ્લાસ્ટમાં સૌરભ શહીદ થયો હતો. જ્યારે સૌરભની શહીદીના સમાચાર પરિવાર તેમજ તેની પત્નીને મળ્યા ત્યારે ઘરનું વાતાવરણ શોકમય બની ગયું હતું તેમજ ગામલોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

ગર્વની વાત એ છે કે, આની સાથે જ શહીદ સૌરભ કટારાના પિતાએ પણ ભારતીય સેનામાં સેવા આપી છે. તેમણે વર્ષ 1999 માં કારગિલ યુદ્ધ પણ લડ્યું હતું કે,જેમાં ભારતે વિજયી ધ્વજ લહેરાવ્યો હતો. દીકરાની શહાદત પર પિતા જણાવે છે કે,  હું ખુબ ખુશ છું કે મારો દીકરો દેશ માટે શહીદ થયો છે. હવે હું મારા નાના દીકરાને સેનામાં મોકલીશ.

શહીદ સૈનિકની પત્ની કંઈ સમજી શકતી ન હતી. તે ખુબ રડી રહી હતી તેમજ રડતી-રડતી બેભાન થઈ ગઈ હતી ત્યારે તેણીએ તેના પર પાણી છાંટીને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. કોઈપણ રીતે હિંમત બાંધીને,તે સ્મશાનભૂમિ પર પહોંચી અને તેના પતિને અંતિમ વિદાય આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *