આ નાના એવાં બાળકે એવું તો શું કર્યું કે, થોડીવારમાં જ લાખો લોકોનાં જીતી લીધા દિલ – જુઓ વિડીયો…

સોશિયલ મીડિયામાં કેટલીકવાર આપણને વિશ્વાસમાં ન આવે એવી એટલે કે આપણને નવાઈ પમાડે એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં આવી રહ્યો છે.  સોશિયલ મીડિયા પર ક્રિકેટના વીડિયો સૌથી વધુ વધારે પસંદ કરવામાં આવતાં હોય છે.

આ વખતે એક નાના એવા બાળકનો બેટિંગ કરતો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા એ બાળક પગમાં શૂઝ પણ પહેર્યા નથી. આ વીડિયો જોઈને આપ આપની સ્માઈલ રોકી શકશો નહી. આ વીડિયોમાં બાળક શાનદાર રીતે ક્રિક્રેટ રમતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ કોમેન્ટ્રી કરતા સમયે શેર કર્યો હતો.

એમણે આ વીડિયો શેર કરતા સમયે એક મેસેજ પણ આપ્યો છે. આ બાળક પગમાં શૂઝ પહેર્યા વિના શાનદાર બેટિંગ કરી રહ્યો છે. એ આગળ આવીને શાનદાર શોટ મારી રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે આકાશ ચોપડાએ લખ્યું હતું કે, શૂઝ નથી કોઈ વાત નહીં.

એમણે આગળ લખ્યું કે, જો તમારે ઉડવું હોય તો પગમાં શૂઝની જરૂર નથી પન સંકલ્પોની પાંખની જરૂર રહેલી છે. આ વીડિયોને 3 ઓક્ટોબરનાં રોજ શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોને હાલમાં કુલ 4 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આની સાથે જ કુલ 30,000થી વધુ લાઈક્સ તેમજ કુલ 3,000થી વધુ રિટ્વીટ થઈ ચૂક્યા છે. લોકોને આ બાળકનો વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા લોકો આ બાળકને ‘નાનો સચીન’ કહીને બોલાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *