યુવકે ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, મરતા પહેલા કહ્યું… જુઓ LIVE વિડીયો

હાલમાં જ એક યુવકે ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. આ વિડીયો યુપી(UP)ના ફિરોઝાબાદ(Firozabad)નો હોવાનું સામે આવ્યું છે. મંગળવારે ત્રીજા માળેથી પડી જવાથી એક યુવકનું કરુણ મોત થયું હતું. તેણે ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી. ઉંચાઈ પરથી નીચે પડી જવાથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના સમયે રસ્તા પર ઉભેલા કોઈ વ્યક્તિ દ્વારા તેના કેમેરેમાં કેદ કરી લેવામાં આવી હતી.

ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે કુદ્યો:
એવું કહેવામાં આવે છે કે, 31 વર્ષીય અંકિત શિવહરે માનસિક રીતે બીમાર હતો. આ કારણે તે તેના ઘરના ત્રીજા માળે ઉભો રહીને નીચે રહેલા લોકો પર પથ્થર ફેંકતો હતો. મંગળવારે અંકિત તેના ટેરેસ પર હાજર હતો.

આ ઘટનાના જે વિડીયો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અંકિત ઘરની બાલ્કનીમાં બેઠો છે. આ વિડીયો રોડ પર ઉભેલો એક વ્યક્તિ બનાવી રહ્યો હતો. રસ્તા પર અનેક લોકો હાજર હતા અને વાહનો પસાર થઈ રહ્યા હતા.

અંકિત બાલ્કનીમાંથી તેના પગ નીચે લટકતા રાખીને બેસે છે અને અચાનક જ તે ત્રીજા માળેથી નીચે કુદી જાય છે. તે મોતની છલાંગ લગાવતાની સાથે જ વિડીયો બનાવનાર યુવક પણ જોરથી બૂમો પાડે છે. તે જ સમયે, રસ્તા પર બેઠેલા લોકો પણ જોરદાર અવાજ સાંભળીને પાછળ જુએ છે.

પ્રત્યક્ષદર્શીઓનું એવું પણ કહેવું છે કે, યુવક કૂદતા પહેલા મોટે મોટેથી બૂમો પાડી રહ્યો હતો અને બોલતો હતો કે હું આજે મરી જઈશ, તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, અમે તેને નીચે આવવાનું કહી રહ્યા હતા ત્યારે તે અમને ત્યાંથી જવાનું કહી રહ્યો હતો. કોઈ નજીક જતું હતું તો તેના પર પથ્થરના ઘા કરતો હતો.

પરિવારનને સોનું અને ચાંદીનો ધંધો છે:
એવું પણ જણાવવા આવી રહ્યું છે કે, અંકિતના પિતાની ઘરની નીચે જ્વેલરીની દુકાન છે. ઘટના સમયે પરિવારના તમામ સભ્યો ઘરમાં હાજર હતા. પરંતુ, અંકિત છત પરથી નીચે કૂદી જશે તેની કોઈ જાણ જ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *