સુરતમા જાણે હવે લુંટારુઓને પોલીસની ખાખી વર્દીનો કોઇ જ ખોફ રહ્યો ન હોય તેવુ લાગી રહ્યુ છે. દિવાળીના સમયમા પોલીસ પેટ્રોલીંગ વચ્ચે 5 થી 6 જેટલા લુંટારુઓ દ્વારા પુણા વિસ્તારની વિધાતા જવેલર્સમા બંદુકની અણીએ રુ 90 લાખના સોનાના દાગીનાની લુંટ ચલાવી ભાગી છુટયા હતા. જે બનાવની જાણ થતા જ પુણા પોલીસ, ક્રાઇમબ્રાંચ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જુઓ લૂંટનો દિલધડક વિડીયો:
સુરતના પુણા વિસ્તારમા આવેલી વિધાતા જવેલર્સમાં રાત્રિના નવ વાગ્યાના અરસામા અજાણ્યા પાચ થી છ ઇસંમો હેલ્મેટ તથા મોઢા પર રુમાલ બાંધી દુકાનમા ઘુસ્યા હતા. દુકાનમા ઘુસ્તા જ તેઓએ માલિક અને કર્મચારીને બંદુક બતાવી સાઇડ પર બેસાડી દીધા હતા. બાદમા તેઓએ દુકાનમાથી સોનાના દાગીનાની આખેઆખા બોક્ષ ગુંણચામા ભરી ત્યાથી ભાગી છુટયા હતા.
આ બનાવની જાણ થતા જ પુણા પોલીસ, ઉપરી અધિકારીની ટીમ તથા ક્રાઇમબ્રાંચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન રુ 90 લાખના સોનાના દાગીનાની લુંટ ચલાવાય હોવાનુ બહાર આવ્યુ હતુ. આ સાથે જ પોલીસના હાથમા સીસીટીવી ફુટેજ લાગતા તેઓએ ફુટેજના આધારે તપાસ શરુ કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ પેટ્રોલીંગ આટલુ હોવા છતા લુંટારુઓ આટલી મોટી લુંટને વારદાત આપી ભાગી છુટતા સમગ્ર વિસ્તારમા ચકચાર મચી જવા પામી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.