ઝારખંડના ગુમલા (Gumla, Jharkhand) જિલ્લામાં ગ્રામજનોએ દુષ્કર્મના બે આરોપીઓને જીવતા સળગાવી દીધા. આ ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારથી 15 કિલોમીટર દૂર એક ગામની છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને યુવકોને સદર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જો કે, તેને વધુ સારી સારવાર માટે રાંચીના રિમ્સમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં સુનીલ ઓરાંનું મૃત્યુ થયું હતું અને એક ગંભીર રીતે ઘાયલ હતો. મળતી માહિતી અનુસાર, બંને યુવકો પર દુષ્કર્મનો આરોપ છે.
આ ઘટના ગુમલા જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના બાસુઆ અંબાટોલી ગામમાં બુધવારે મોડી રાત્રે બની હતી. અહીં ગ્રામજનોએ બાઇક સહિત બે યુવકોને આગ ચાંપી દીધી હતી. જેમાં સુનીલ ઉરાં અને આશિષ કુમાર નામના બંને યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઘટના વિશે એવું કહેવાય છે કે ગામની એક યુવતી તેની માતા સાથે ક્યાંક ગઈ હતી. તે દરમિયાન આ બંને યુવકોએ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જેના કારણે યુવતીના પરિવારજનો ગુસ્સે થઈ ગયા અને બંને આરોપીઓને પકડીને ગામમાં લઈ આવ્યા. અહીં બંને પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ પછી પણ ગ્રામજનોની નારાજગી ઓછી ન થઈ અને આરોપીઓ પર ટાંગી (તીક્ષ્ણ હથિયાર) વડે હુમલો કર્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સુનીલ ઉરાંનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું હતું. સાથે જ આશિષ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ સમગ્ર ગામમાં તંગદિલીનો માહોલ છે. ઘટના બાદથી પોલીસ સતત ગામમાં ધામા નાંખી રહી છે. ગંભીર રીતે દાઝી ગયેલા બંને આરોપી યુવકોએ કહ્યું કે તેઓએ યુવતી સાથે કંઈ ખોટું કર્યું નથી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.