હાર્દિક પટેલને પાટીદાર આંદોલનમાં થયેલા કેસ બાબતે કોર્ટે આપ્યો મોટો ચુકાદો- નક્કી કરશે ભવિષ્ય!

ગુજરાત(Gujarat): ભાજપ(BJP)ના ધારાસભ્ય હાર્દિક પટેલ(Hardik Patel) સામેના 2017ના કેસને લઈને કોર્ટ દ્વારા મહત્વનો અને મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવેતો વિરમગામ(Viramgam)ના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર(Jamnagar)ના એક કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 2017ના કેસમાં નિર્દોષ છોડી મૂકવા માટે જામનગર કોટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાને કારણે હાર્દિક પટેલને ચોક્કસપણે રાહત મળી છે તેમ કહી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું આ દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં એક સભા યોજવામાં આવી હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હોય અને તેમા રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ દાખલ થઇ હતી અને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો.

રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જામનગર ચોથા એડી.ચીફ જૂડી.મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રશીદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપવામાં આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો 25 ઓગસ્ટ 2015 ના રોજથી આક્રમક મોડમાં આવેલા આંદોલનને કારણે પહેલાં 9 અને ત્યારબાદ કુલ 14લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાથે જ પાટીદાર અનામતની માંગ સાથે આંદોલનની શરૂઆત કરનારો હાર્દિક પટેલ હવે એક સામાન્ય યુવકમાંથી નેતાના પદ પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *