પિતા બન્યાં પછી વિરાટ કોહલી ક્રિક્રેટ સંબંધિત કરી દેશે આટલી વસ્તુનો ત્યાગ જાણીને ચોંકી જશો – જુઓ અહી…

હાલમાં એટલે કે આજે જ ભારતીય ક્રિક્રેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી પિતા બનવાં માટે જઈ રહ્યો છે, એવાં સમાચાર સામે આવ્યાં હતાં. હાલમાં પણ એને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.આજે જ સોશિયલ મીડિયા દ્વારા એણે આ ખુશખબરીની જાહેરાત કરી હતી.

અનુષ્કાની સાથે એક સુંદર તસવીર પણ શેર કરીને કોહલીએ ફેન્સને ખુબ આનંદિત કરી દીધા છે. આની સાથે જ એણે કેપ્શનમાં એમ પણ લખ્યું હતું, કે જાન્યુઆરી 2021માં એનાં પરિવારમાં કુલ 3 સભ્યો થઈ જશે પણ હવે પિતા બન્યા પછી તે મોટો ત્યાગ કરવાં જઈ રહ્યો છે.

કુલ 2 વર્ષ અગાઉ જ કોહલીએ જણાવતાં કહ્યું હતું, કે પિતા બન્યા પછી એ તેનાં ઘરમાં રહેલ તમામ ટ્રોફી, ઈનામ તથા અચીવમેન્ટ એક બેગમાં પેક કરીને રાખી દેશે.વિરાટ કોહલીએ વર્ષ 2018માં પિતા બનવાની વાત જણાવી હતી. એમણે જણાવતાં કહ્યું હતું, કે હું નથી જાણતો કે ક્યારે પિતા બનીશ પણ પિતા બન્યા પછી શું શું કરીશ એ ચોક્કસપણે જાણું છું.

કોહલીએ આપેલ એક ઇન્ટરવ્યુમાં જણાવતાં કહ્યું હતું, કે હું જાણું છું, કે તમામ વસ્તુ હંમેશા આવી જ નથી રહેતી. મારું પણ જીવન છે તેમજ મારો પણ પરિવાર છે. મારા પણ બાળકો હશે તથા એને મારી સાથે સમય પસાર કરવાનો અધિકાર રહેલો છે.

એક વાત મારા મગજમાં ખૂબ જ સ્પષ્ટ રહેલી છે, કે જ્યારે મારા બાળકો થશે ત્યારે મારી કારકિર્દીની સાથે સંબંધિત તમામ વસ્તુઓ ઘરે નહીં રહે. હું મારી તમામ ટ્રોફી, મારી તમામ સિદ્ધિઓ પેક કરીને રાખી દઈશ. હું એવું ઇચ્છું છું, કે મારા બાળકો મોટા થાય ત્યારે એને ઘર જેવું વાતાવરણ મળે તથા ફિલિંગ આવે.

 

View this post on Instagram

 

And then, we were three! Arriving Jan 2021 ❤️?

A post shared by Virat Kohli (@virat.kohli) on

છેલ્લા ઘણાં સમયથી અનુષ્કા ગર્ભવતી હોવાંનાં સમાચાર સોશિયલ મીડિયા પર ઘણાં વાયરલ થઈ રહ્યા હતા. અનુષ્કાને મુંબઈમાં આવેલ એક ક્લિનિકની બહાર જોવામાં આવી ત્યારપછી એવાં અહેવાલો મળ્યા હતાં, કે અનુષ્કા ગર્ભવતી છે. છેવટે ખુદ કોહલીએ જાહેરાત કરી દીધી.

અહી ઉલ્લેખનીય છે, કે હાલમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા જણાવતસ્સ કહ્યું હતું, કે તેમની પત્ની નતાશા સ્ટેનકોવિચએ એક પુત્રને જન્મ આપ્યો છે. ત્યારપછીથી ઘણાં ફેન્સ વિરાટને પણ પૂછતાં હતા, કે તું ક્યારે ખુશખબરી આપે છે. છેવટે કોહલીએ પણ સારા સમાચાર આપી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *