ગઈ કાલે રાજ્યની રૂપની સરકારે મહાનગરો સહીત અન્ય 36 શહેરોમાં લગાવવામાં આવેલ આંશિક લોકડાઉનમાં મહદ અંશે છૂટછાટ આપવામાં આવી હતી. જયારે ધંધાર્થીઓને સવરે ૯ વાગ્યાથી સાંજના ૩ વાગ્યા સુધી ધંધો-રોજગાર શરુ કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોનાના નિયમોનું અનુસરણ થાય તે રીતે ધંધા-રોજગાર શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.
સરકારે લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપતા સુરતના બ્યુટી પાર્લરમાં ૬૦૦ થી ૭૦૦ લોકોની વેઈટીંગ થઇ ગયું છે. કોરોનાની ગાઈડલાઈનનો ભંગ ન થાય તેવી રીતે એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. બ્યુટી પાર્લર સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે હેર ટ્રીટમેન માટે આજે ૧૫૦ થી પણ વધુ ફોન આવી ચુક્યા છે. જ્યારે બ્યુટી પાર્લરમાં દિવસ દરમિયાન ફક્ત ૨૦ વ્યક્તિઓને જ બોલાવવામાં આવે છે. બ્યુટી પાર્લર દ્વારા ફોન પર એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. મહિલાઓને ૨૦ જેટલા દિવસની રાહ જોયા બાદ આજે એપોઇન્ટમેન્ટ મળી છે.
અહિયાં જાણો શું રહેશે ચાલુ અને બંધ:
મોબાઈલની દુકાનો, ગેરેજ, હાર્ડવેર, જવેલર્સ રહેશે ખુલ્લા, શોપિંગ સેન્ટર અને માર્કેટો પણ રહેશે ખુલ્લા, સલુન, બ્યુટી પાલર પણ રહેશે ખુલ્લા
શું રહેશે બંધ:
શાળાઓ અને ટ્યુશન કલાસીસ (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા મલ્ટીપ્લેકસ, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સિસ બંધ રહેશે.
મુખ્યમંત્રીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો કર્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૨૧ મે-ર૦ર૧ થી તા. ૨૮ મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે.
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.