વોટરપાર્કમાં વેવ મશીન બગડ્યું: દરિયાઈ મોજાં બન્યા ત્સુનામી, જાણો 44 લોકો… જુઓ વિડીયો

લોકો રજાના દિવસોમાં બહાર ફરવા માટે જતા હોય છે. દરેક લોકોના શોખ અલગ અલગ હોય છે. કોઈ લોકો દરિયા કિનારે જતા હોય છે, કોઈ લોકો પહાડોમાં ફરવા જતા હોય છે. અથવા તો કોઈક લોક વોટર પાર્ક માં ફરવા જતા હોય છે. ખાસ કરીને વધુ માત્રમાં લોકો વોટર પાર્કમાં જતા જોવા મળે છે. વોટર પાર્કમાં જવાનું કારણ માત્ર એટલું ક અહિયાં દરિયા જેવી બધું જ સુવિધાની સાથે સાથે અલગ અલગ રાઇડ્સ નો આનંદ પણ માણી શકાય છે. પરંતુ અહિયાં એક ઘટના સામે સામે આવી છે. જેમાં લોકો દરિયાઈ મોજાનો આનંદ માણી રહ્યા છે. અને અચાનક મશીન ખરાબ થતા મોજાની ઉંચાઈ વધી જાય છે, અને લોકોને ઘણી તકલીફ થઇ રહીહ છે.

ઉત્તરી ચીનમાં એક વોટરપાર્કમાં એક વેવ મશીન ત્સુનામીમાં તબ્દિલ થઈ ગઈ અને 44 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ અનુસાર, આ ઘટના રવિવારે બની હતી. શુઈયુન વોટરપાર્કના ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, વેવ મશીન યોગ્યરીતે કામ નહોતું કરતું. સોશિયલ મીડિયા પર જણાવવામાં આવી રહ્યું છે કે, મશીન ચલાવનાર વ્યક્તિ નશામાં હતો. આ વાતને વોટરપાર્કના કર્મચારીઓએ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે વ્યક્તિ નશામાં નહોતો.


સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, તેમા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મશીનમાંથી નીકળતી વેવ્ઝ વિશાળ બનતી ગઈ અને જે લોકો મસ્તીના મૂડમાં હતા તે બૂમો પાડવા માંડ્યા. તો કેટલાક લોકો વેવ્ઝ ફાસ્ટ થતા જ પૂલમાંથી બહાર નીકળી આવ્યા હતા. તેમજ કેટલાક પૂલની બહાર ફુટપાથ પર કૂદી ગયા.

વેવ્ઝ પૂલના વેવ્ઝ અછાનક ત્સુનામીમાં તબ્દિલ થતા પૂલનું પાણી બાહર નીકળી આવ્યું હતું અને જે લોકો અંદર હતા તેમાંથી 44 લોકોને ઈજા પહોંચી હતી. એક મહિલાને વેવ્ઝે ગ્રાઉન્ડની તરફ ફેંકી દીધી. ઘટના બાદ વોટરપાર્કને બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *