RCB ના આ બોલર પર લાગ્યો ડ્રગ્સ લેવાનો આરોપ, રેવ પાર્ટીમાં રહ્યો હતો હાજર- આ રીતે થયો ખુલાસો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB): રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2023 ની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ ટીમને છેલ્લી બે મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. આરસીબીએ આ સિઝનની ત્રીજી મેચ લખનૌ સામે રમી હતી. આ મેચમાં આવો ખેલાડી RCB ટીમનો ભાગ બન્યો હતો, જેના પર IPL દરમિયાન ડ્રગ્સ લેવાનો આરોપ છે. તે જ સમયે, આ ખેલાડીને 9 વર્ષ પછી IPLમાં પ્લેઈંગ 11માં સામેલ થવાની તક મળી.

આ બોલર પર લાગ્યો ડ્રગ્સ લેવાનો આરોપ 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે(RCB) વેઈન પાર્નેલને IPL 2023 માટે તેમની ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યા છે. ફાસ્ટ બોલર રીસ ટોપલીની જગ્યાએ વેઈન પાર્નેલને ટીમમાં તક મળી છે. લખનૌ સામે રમાયેલી મેચમાં વેઈન પાર્નેલને પ્લેઈંગ 11નો ભાગ બનાવવામાં આવ્યો હતો. આ મેચમાં વેઈન પાર્નેલે 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ એ જ વેન પાર્નેલ છે જેના પર IPL 2012 દરમિયાન ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો.

IPL 2012 દરમિયાન રેવ પાર્ટીમાં સામેલ થયો 
વેઈન પાર્નેલ(wayne parnell) 2011માં પહેલીવાર IPLનો ભાગ બન્યો હતો. આ પછી, વર્ષ 2012 માં, તે પુણે વોરિયર્સની ટીમનો ભાગ હતો. આ સીઝન દરમિયાન વેઈન પાર્નેલ તેની ટીમના સાથી રાહુલ શર્મા સાથે રેવ પાર્ટીમાં જોડાયો હતો. જ્યાં પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. આ બંને ખેલાડીઓ પર ડ્રગ્સ લેવાનો આરોપ હતો અને ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ પછી, આ બંને ખેલાડીઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ જે પાર્ટીમાં હાજરી આપવા ગયા હતા તે જન્મદિવસની પાર્ટી હતી, તેઓને રેવ પાર્ટીની જાણ નહોતી. તે જ સમયે, વેઇન પાર્નેલ IPL 2014 થી આ લીગનો ભાગ નહોતો, પરંતુ આ વખતે તેણે 9 વર્ષ પછી રિપ્લેસમેન્ટ તરીકે જોડાયા બાદ પુનરાગમન કર્યું છે.

IPL 2023 ઓકશનમાં રહ્યો અનસોલ્ડ
33 વર્ષીય પાર્નેલે IPL-2023ની હરાજીમાં તેની મૂળ કિંમત રૂ. 75 લાખ રાખી હતી, જ્યારે કોઈ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો, ત્યારે તે વેચાયા વગરનો રહ્યો હતો. વ્હાઈટ બોલ ક્રિકેટની દુનિયાના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં વેઈન પાર્નેલનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, તે નીચેના ક્રમમાં બેટથી આગ પણ ફેલાવી શકે છે. પાર્નેલે 26 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ વર્ષ 2021માં નિવૃત્તિ તોડીને તે પાછો આવ્યો હતો. વેઈન પાર્નેલ અત્યાર સુધી આઈપીએલની 27 મેચમાં 29 વિકેટ લઈ ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *