ગુજરાત(Gujarat): આજે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ત્યારે આજે તથા આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદી(Rain forecast) માહોલ જોવા મળી શકે છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, બુધવારે રાજ્યના હવામાન અંગે જણાવતા કહ્યું છે કે, રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી(Thunderstorm activity) સાથે કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં આજે તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના અનેક વિસ્તારો અંગે શક્યતાઓ વ્યક્ત કરવામાં અવી છે.
આજે ગુજરાતના અમદાવાદ સહિત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ અને કચ્છ તથા દીવમાં વરસાદી માહોલ જામી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાક પછી લગભગ કમોસમી વરસાદથી મુક્તિ મળી જશે.
મહત્વનું છે કે, રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના લીધે જગતનો તાત દુઃખી થયો છે. ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉભો પાક પલળી જવાને કારણે તેમાં જીવાત પડવાની અન્ય રીતે પણ નુકસાન થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેરીના વાડી ધરાવતા ખેડૂતોએ જણાવ્યું છે કે, વરસાદના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે. જોરદાર પવનને કારણે કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ખેડ્તુંના ઉભા પાકને નુકસાન થતા ખેડૂત ચિંતામાં મુકાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.