સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી બોલિવૂડમાં નેપોટિઝમને લઇને ભારે વિવાદ પણ સર્જાયો હતો. બોલિવૂડની ભયંકર વસ્તુઓ પણ બહાર આવી રહી છે. જૂથવાદ તથા આંતરિક-બહારના લોકોને વિશે ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આની સિવાય પણ પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર AR રહેમાને પણ બોલિવૂડમાં રહેલ ગેંગની વિશે વાત કરી છે, જ્યારે સાઉન્ડ ડિઝાઇનર તથા એડિટર રેસુલ પુકુટીએ પણ કહ્યું હતું, કે ઓસ્કાર જીત્યા પછી પણ તે સાઈડલાઈન હતો.
આ બધાંની વચ્ચે બોલિવૂડમાં હવે એવોર્ડને લઇને પણ અન્ય એક વિવાદે માથુ ઉચક્યુ છે. ઘણાં સમય પહેલા ગીતકાર મનોજ મંતશીરને તેના ગીત ‘તેરી મિટ્ટી’ ની માટે ફિલ્મફેર એવોર્ડ ન મળતા ભારે હોબાળો મચ્યો હતો. આ વાત પછી કલાકારે કહ્યુ હતુ, કે હવે પછીથી તે કોઇપણ એવોર્ડ શોમાં ભાગ નહીં લે. જો, કે એવોર્ડને લઇને આ વિવાદ પહેલા ક્યારેય પણ થયો નથી.
બોલિવૂડના દિગગ્જ અભિનેતા ઋષિકપૂરે પણ તેની ઓટોબાયોગ્રાફીમાં કહ્યુ છે, કે તેમણે પણ આજથી 50 વર્ષ પહેલા 30,000 રૂપિયા આપીને એવોર્ડ ખરીદ્યો હતો. ઋષિકપૂરે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તેમના પિતા રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં બાળ કલાકાર તરીકેની વર્ષ 1970 માં જ કરી હતી.
3 વર્ષ બાદ 1973માં જ ઋષિકપૂરે મુખ્ય અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નામ ‘બોબી’ હતું. ડિમ્પલ કાપડિયાએ આ ફિલ્મથી ડેબ્યુ પણ કર્યુ હતુ. આ ફિલ્મમાં ઋષિકપૂરને બેસ્ટ એક્ટર તરીકેનો એવોર્ડ પણ મળ્યો હતો. જો, કે આ એવોર્ડ મેળવવા માટે ઋષિકપૂરે કુલ 30,000 રૂપિયા પણ આપ્યા હતા.
ઋષિકપૂર એ પોતાની વાતો ખુલ્લા મનથી કહેવા માટે જાણીતા છે. તેમણે વર્ષ 2017માં જ તેમની આત્મકથામાં ખુલ્લમ ખુલ્લા આ વાત સ્વીકારી પણ હતી. તેમણે એમ પણ કહ્યુ હતુ, કે એ સમયે તેઓ ખુબ જ યુવાન હતા તથા તેમને ખરા-ખોટાની પણ સમજણ ન હતી. ફિલ્મને મળેલ ગજબની સફળતાનો નશો જ કંઇક બીજો હતો. તેમને આજીવન આ વાતનો પસ્તાવો પણ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP