યુવકના ઘરે ઈ-મેમો પહોંચતા યુવકનો ભાંડો ફૂટ્યો, પણ પછી થયું એવું કે.. જાણો

શહેરના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતો અને ટ્રાફિક ઓછી થાય તે હેતુથી ટ્રાફિક વિભાગ દ્વારા દારેસક મોટા શહેરોમાં રસ્તા ઠેર ઠેર પર CCTV કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. આ કેમેરાઓ દ્વારારસ્તા પરથી પસાર થતા નાગરીક ટ્રાફિક નિયમનું પાલન કરે છે કે, નહીં તે બાબતે તેના પર ધ્યાન રાખવામાં આવે છે અને જો કોઈપણ નાગરિક ટ્રાફિક નિયમનું ભંગ કરતા CCTV કેમેરામાં ઝડપાય તો તે વ્યક્તિના ઘરે પોલીસ દ્વારા દંડનો ઈ-મેમો મોકલવામાં આવે છે. આથી ટ્રાફિકના આ કેમેરાઓ લગભગ બધા લોકોને અણગમો હોય છે, પરંતુ અમદાવાદમા એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક યુવકે એ મેમો ઘરે આવતા કેમેરાનો અને ટ્રાફિક વિભાગનો જહારમાં આભાર માન્યો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક યુવકના ઘરે સ્ટોપ લાઈન ભંગ કરવા બદલ ઈ-મેમો મોકલવામાં આવ્યો હતો. આ ઈ-મેમોમાં યુવકની બાઈકના ફોટા સાથેની તમામ વિગતો આપવામાં આવી હતી. જ્યારે આ ઈ-મેમો યુવકના માત-પિતાએ જોયો ત્યારે મેમોમાં જોવા મળ્યું હતું કે, તેમના દીકરાની બાઈકની પાછળ કોઈ યુવતી બેઠી છે. જ્યારે યુવક પોતાના ઘરે આવ્યો ત્યારે માતા-પિતાએ મેમો યુવકને બતાવતા યુવકે તેની ગર્લ ફ્રેન્ડ હોવાની વાત માતા-પિતાને જણાવી હતી.

ત્યારબાદ યુવકે અમદાવાદના જોઈન્ટ CP અને અમદાવાદ પોલીસને ટ્વિટર ટેગ કરીને કહ્યું હતું કે, મને ઈ-મેમો મળ્યો છે. ઈ-મેમોના ફોટામાં હું અને મારી ગર્લફ્રેન્ડ છીએ. આ અંગે મારા પરિવારને જાણ ન હતી પરંતુ આ ઈ-મેમોથી તેમને પણ ખબર પડી ગઈ છે. જે બદલ હું આભાર માનું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *