નટુકાકાના નિધન બાદ બાઘાએ આપ્યું ચોંકાવનારુ નિવેદન, જે જાણીને તમે પણ કહેશો કે આ શું કહી દીધું?

૩ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta ka Ulta Chashma) સિરિયલમાં પાત્ર ભજવતા નટુકાકા(Natukaka)નું નિધન થયું છે. તમને જણાવી દઇએ કે, નટુકાકાના નામે ઘરઘરમાં જાણીતાં બનેલા આ અભિનેતાનું નામ ઘનશ્યામ નાયક(Ghanshyam Nayak) હતું અને તેઓ આ સિરિયલની શરૂઆતથી જ ભાગ રહ્યા હતા. અભિનેતા ઘનશ્યામ નાયકને વર્ષ 2020માં ગાળામાં કેન્સર હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ગળાનું ઓપરેશન કરી ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. તેમને કીમો થેરાપી અને રેડિયેશન લીધા હતા અને ફરીથી પોતાના કામ પર પણ આવી ગયા હતા.

જોકે, થોડા સમય પહેલા નટુકાકાને ફરી કેન્સરે ઉથલો માર્યો હોવાની વાત જાણવા મળી હતી અને 3 ઓક્ટોબરના રોજ તેમના દીકરાએ જણાવ્યું હતું કે, તેમણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે આ અભિનેતાના નિધન પર ન માત્ર તેમના ચાહકો પરતું તેમની સાથે કામ કરનારા સિરિયલના અન્ય કલાકારોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. નટુકાકા એટલે કે, ઘનશ્યામ નાયક સાથે સિરિયલમાં સૌથી વધારે સમય રહેનાર અભિનેતા.

જાણવા મળ્યું છે કે, તન્મય ઉર્ફે બાઘાએ તેમના નિધન બાદ એક ઇન્ટરવ્યૂ આપ્યું છે જેમાં તેણે જણાવ્યું કે, નટુકાકા ને ઘણી તકલીફ પડી છે. કેન્સરના કારણે તેઓ ખાઈ પણ શકતા નહોતા. એમની તકલીફો જોઈને મને લાગે છે ભગવાને જે કર્યું એ સારું કર્યું કે નટ્ટુકાકાને પોતાની પાસે બોલાવી લીધા તો હાલમાં તેઓ ભગવાનના પાસે છે અને શાંતિ વાળી જગ્યાએ છે. તન્મયે કહ્યું કે, નટુકાકા એક સારા વ્યક્તિ હતા તેઓ જીવનના અંત સુધી માત્ર કામ જ કરવા માંગતા હતા.

77 વર્ષની ઉંમરે નિધન પામેલા આ અભિનેતાએ 200 ગુજરાતી હિન્દી ફિલ્મોમાં અને 350 જેટલી સિરિયલમાં કામ કર્યું હતું. જણાવી દઈએ કે, અભિનેતાએ પોતાના અભિનયની શરૂઆત બાળકલાકાર રોલથી કરી હતી. આ સાથે જ હમ દિલ દે ચૂકે સનમ ચાઇના ગેટ જેવી ફિલ્મોમાં કેમિયો પણ કર્યો હતો. જો હાલમાં લોકોના દિલ પર રાજ કરનારા આ કલાકારના જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે તેની પાસે પોતાનું ઘર પણ હતું નહી અને બાળકોની ફી ભરવાના પૈસા પણ નહોતા. જોવું રહ્યું કે, સિરિયલમાં નટુકાકાના પાત્ર માટે કયા કલાકારને પસંદ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *