ધોનીનો 7 અને કોહલીનો 18, તો કેમ વીરેન્દ્ર સહેવાગની જર્સીમાં કોઈ નંબર નહોતો- ચોંકાવનારૂ છે કારણ

ટીમ ઇન્ડિયાના પૂર્વ આક્રમક ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ એક અલગ જ સ્વ સ્વભાવનો ઓપનીંગ બેટ્સમેન હતો. તેની રમવાની સ્ટાઇલ પણ જુદી જ હતી. તે આક્રમક બેટિંગ કરતા સમયે પોતાની ટીમ પર દબાણ ન આવવા દેવા માટે કિશોર કુમારના ગીત ગાતો હતો. બેટિંગ સાથે તેની બીજી એક વસ્તુ પણ ચર્ચામાં રહેતી હતી. અને તે છે કે તેની જર્સીનો નંબર.

સચિન તેંદુલકર હોય કે મહેન્દ્રસિંહ ધોની કે બીજા કોઈ ખેલાડી તેમની જર્સી પર હંમેશા એક ખાસ નંબર જોવા મળતો હોય છે. જોકે સેહવાગ કારકિર્દીના શરૂઆતના દિવસોમાં અલગ-અલગ નંબરની જર્સી સાથે બેટિંગ કરવા માટે ઊતરતો હતો અને પછી એકવાર નંબર વગરની જર્સી સાથે જ બેટિંગ કરવા માટે આવતો હતો.

સેહવાગ નંબર વગરની જર્સી પહેરીને શા માટે રમતો હતો? તે વાતનો ખુલાસો સહેવાગે પોતે જ કર્યો છે. સેહવાગના મત અનુસાર  તેની જર્સી સાસુ-વહુની લડાઇમાં ફસાઇ ગઈ હતી. સેહવાગે પોતાના ખાસ શો ‘વીરુની બેઠક’માં કહ્યું હતું કે જર્સીના નંબરને લઈને તેની માતા અને તેની પત્નીની અલગ-અલગ નંબર પસંદ હતો.

તેથી બંનેને ખુશ કરવા માટે તેણે નંબર વગરની જ જર્સી પહેરવાનો નિર્ણય કર્યો હતો. સેહવાગે કહ્યું હતું કે, જ્યારે પ્રથમ વખત તે રમ્યો ત્યારે વનડે ક્રિકેટમાં મને 44 નંબર મળ્યો હતો. મારી મમ્મી જ્યારે જ્યોતિષી પાસે જતા હતા, તો તેઓં કહેતા હતા કે, આ 44 નંબર સેહવાગ માટે ઠીક નથી.

જ્યારે મારા લગ્ન થયા તો મારી પત્ની કહેતી હતી કે, આ નંબર સારો નથી લાગતો. મમ્મીએ કહ્યું કે 46 નંબરની જર્સી પહેરી લે, તો પત્ની કહેતી કે 2 નંબરની જર્સી પહેરો. સાસુ-વહુની લડાઇમાં મેં નંબર જ કાઢી નાખ્યો હતો. કારણ કે ઘર ખુશ તો હું ખુશ.

2011ના વર્લ્ડ કપમાં સેહવાગની જર્સીને લઈને ઘણો વિવાદ થયો હતો. સેહવાગ બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં નંબર વગરની જર્સી પહેરી બેટિંગ કરવા ઉતર્યો હતો. આ પછી આઈસીસીએ તેને ચેતાવણી આપી દીધી હતી. જોકે પછી બીસીસીઆઈએ દખલઅંદાજી કરીને મામલો શાંત પાડ્યો હતો.

સેહવાગે તે મેચમાં 175 રનની ઇનિંગ્સ રમી હતી.2008 માં પ્રથમ વખત સેહવાગ નંબર વગરની જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો હતો. તે સમયે જ્યારે તેને પુછવામાં આવ્યું હતું કે, કેમ નંબર વગરની જર્સી પહેરી રમવાનો નિર્ણય કર્યો? તો સેહવાગે સહેજે કહ્યું કે, જો ટેસ્ટમાં તો નંબર વગરની જર્સી સાથે રમીએ છીએ, તો પછી વન-ડેમાં શા માટે રમી ન શકાય.

તે સમયે સેહવાગે એ પણ કહ્યું હતું કે, તેના પરિવારને ઘણા લોકો પાસેથી નંબર બદલવાની સલાહ મળતી હતી. આથી કંટાળીને નંબર વગરની જર્સી પહેરવાનો નિર્ણય કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *