હાલમાં આત્મહત્યાના વધતા કેસોમાં રાજ્યમાં અને ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે, આત્મહત્યાનો બનાવ સામે ન આવ્યો હોય. આત્મહત્યાની ઘટના સતત વધી રહી છે. તેવામાં સુરત (Surat) શહેરમાં બ્રીજ પરથી તાપીમાં છલાંગ લગાવી વધુ એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી તાપી નદી પર સતત આપઘાત માટે લોકો જતા હોય છે ત્યારે આજ ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. જેઠાણીના ત્રાસથી કંટાળી 2 સંતાનો સાથે તાપી નદીમાં મોતની છલાંગ મારવા ગઈ એક મહિલાને પોલીસે બચાવી લીધી હતી. પીસીઆરને કોલ મળતા ટીમે માત્ર 4 મિનિટમાં જ હોપપુલ પર પહોંચી મહિલાને આપઘાત કરતી અટકાવી હતી અને સમજાવી પતિ સાથે ઘરે મોકલી દીધી હતી.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ આવી ઘટના સામે આવી ચુકી છે. આવી ઘટનાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા બ્રિજ ઉપર લોખંડના એગલ પણ નખવામાં આવ્યા છે, તેમ છતાં પણ લોકો એગલ પરથી તાપી નદીમાં ઝપલાવી આપઘાત કરતા હોય છે તયારે આજે સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેતી મહિલા સંયુક્ત પરિવારમાં રહે છે. પતિ કપડાનો વેપાર કરે છે. બુધવારે તેનો પતિ ઘરે ન હતો ત્યારે તેણીએ પતિને ફોન કરીને સંતાનો સાથે મરવા જાઉું છું કહીને નીકળી ગઈ હતી. પતિએ બપોરે 3.35 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા કંટ્રોલ રૂમે પરવત પાટિયા વિસ્તારની આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરીને મહિલાને શોધવાની સૂચના આપી હતી.
ત્યારબાદ 4.20 વાગ્યે કંટ્રોલરૂમને કોલ આવ્યો કે, હોપ પુલ પર એક મહિલા બે સંતાનો સાથે ઉભી છે અને શંકાસ્પદ છે. જેથી કંટ્રોલ રૂમે રાંદેર પોલીસને જાણ કરી હતી. રાંદેર પોલીસ સ્ટેશનની પીસીઆર માત્ર ચાર મિનિટમાં હોપ પુલ પર પહોંચી ગઈ હતી જ્યાં મહિલા તેના બે સંતાનો સાથે મળી આવી હતી.
ત્યારબાદ પીસીઆર મહિલાને રાંદેર પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી. જ્યાં તેણીના પતિને પણ બોલાવવામાં આવ્યો હતો. મહિલા પોલીસે મોહિનીનું કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની જેઠાણી તેને હેરાન કરે છે. જેઠાણીથી ત્રાસીને તે આત્મહત્યા કરવા નીકળી હતી. પોલીસ અધિકારીઓએ તેને સમજાવી તેનું કાઉન્સેલિંગ કરીને ભવિષ્યમાં કોઈ સમસ્યા હોય તો પોલીસની મદદ લેવાનું કહી પતિ સાથે ઘરે રવાના કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.