ran away with lover in bihar: બિહારમાં એક પત્ની પર 39 લાખ રૂપિયા લઇને ભાગી જવાનો આક્ષેપ મુકાયો છે. આ રૂપિયા તેના પતિએ પત્નીના ખાતામાં જમીન વેચીને એકત્ર કરાવ્યા હતા. આરોપ મુકવામાં આવ્યો છે કે, પત્નીએ ખાતામાં ફક્ત 11 રૂપિયા બાકી રાખ્યા હતા તેમજ પોતાના પાડોશીની સાથે ભાગી ગઇ હતી. આ ઘટના પટનામાં આવેલ બિહટાની છે.(ran away with lover) ફરાર થયેલ મહિલા 2 બાળકોની માતા છે. પતિએ શહેરમાં જમીન લેવા માટે પૈસા સાચવીને મુક્યા હતા.
પતિઈ પોતાની પૈતૃક સંપત્તિ વેચીને શહેરમાં ઘર બનાવવા માટે 39 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા. હવે પતિએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. બ્રીજકિશોરના લગ્ન 14 વર્ષ અગાઉ પ્રભાવતી દેવીની સાથે થયા હતા. બંનેને એક દીકરો-દીકરી પણ છે.
બ્રીજકિશોરે પોતાના બાળકોના અભ્યાસ અર્થે ગામથી અલગ બિહટામાં ભાડેથી મકાન લઇ રાખ્યું હતું. આની સાથે ત્યાં જ પ્રભાવતી દેવી પોતાના બાળકોની સાથે રહેતી હતી. બ્રીજ કિશોર પોતે ઘર ચલાવવા માટે ગુજરાત જઇને એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા હતા.
બ્રીજકિશોર જણાવે છે કે, પત્નીના કહેવા પર તેણે ગામની પૈતૃક સંપત્તિ વેચીને 39 લાખ રૂપિયા પોતાની પત્નીના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદના અઠવાડિયા અગાઉ પત્નીના કહેવા પર તે ગુજરાતથી ઘરે પણ આવ્યો હતો પરંતુ જ્યારે ગામના ઘરેથી ભાડેના મકાન પર પહોંચ્યો ત્યારે ત્યાં તાળા લાગ્યા હતા.
પત્નીને કોલ કર્યો તો તે બંધ આવી રહ્યો હતો. મકાન માલિકને પૂછવા પર ખબર પડી કે, પ્રભાવતી સવારે 5 વાગ્યે મકાન ખાલી કરીને ચાલી ગઇ છે. બ્રીજ કિશોરે પોતાના સ્તર પર પત્નીને શોધવાનાં પ્રયાસ કર્યા પરંતુ કશી જાણ થઇ નહીં. છેવટે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરતા ખબર પડી કે, પ્રભાવતીનો કોઇ યુવકની સાથે સંબંધ હતો કે, જેના ખાતામાં તેણે 26 લાખ ટ્રાન્સફર પણ કર્યા હતા. તો બાકીના 13 લાખ રૂપિયા ચેક દ્વારા કાઢી લેવામાં આવ્યા હતા. હાલમાં ખાતામાં ફક્ત 11 રૂપિયા છે. આ કેસની તપાસ ચાલી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube