Hardik Patel જીતશે કે હારશે? આ જ્યોતિષે કુંડળી જાહેર કરી અને ખોલ્યો મોટો રાજ…

રાજ્યમાં હવે ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. ત્યારે આવતી કાલે એટલે કે, 8 ડિસેમ્બરના રોજ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. દરેક લોકો હવે પરિણામની આતુરતાથી…

રાજ્યમાં હવે ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. ત્યારે આવતી કાલે એટલે કે, 8 ડિસેમ્બરના રોજ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. દરેક લોકો હવે પરિણામની આતુરતાથી રાહ જોઇને બેઠા છે. જો કે પરિણામ આવવા પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુજરાત (Gujarat) માં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલ (Exit poll)માં સતત 7મી વખત ભાજપ (BJP)ની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે Hardik Patel જીતશે કે નહિ તે અંગે એક જ્યોતિષે કુંડળી મેળવી મોટો રાજ ખોલ્યો છે.

ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવી હતી. જેમાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ મતદાન તેમજ બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. તેમજ આવતીકાલે તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે.

જાણવા મળ્યું છે કે, બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું, જે વધીને 140-142નું થયું છે. સૌથી વધુ સટ્ટો Hardik Patel ની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. આ સાથે જ જ્યોતિષીએ પણ હાર્દિક જીતશે તેમ કહ્યું છે. ત્યારે હવે આ ભવિષ્યવાણી સાચી પડે કે ખોટી એ તો આવનારો સમય જ બતાવશે.

શું કહે છે હાર્દિક પટેલની કુંડળી:
આ અંગે જ્યોતિષ વિદ્ નિતિન આર ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિરમગામ વિધાનસભાની પ્રતિષ્ઠીત બેઠક પરથી Hardik Patel વિજય પ્રાપ્ત કરે તેવા 100 ટકા યોગ બને છે. હાર્દિક પટેલની કુંડળીને જોતા સિંહ લગ્ન છે. સિંહ લગ્નવાળા મજબૂત પ્રભાવશાળી મુત્સદ્દી, મક્કમ મનોબળ ધરાવનાર, મહત્વકાંક્ષી, દીર્ઘદ્રષ્ટિવાળા, પોતાના બાહુબળથી આગળ આવનાર, સત્તા પ્રેમી નેતૃત્વ કરનારા, મોટેથી બોલવાની આદત અને વિરોધ કરવામાં પાવરધા હોય છે તેમ જન્મ કુંડળી પરથી દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *