કચ્છ(ગુજરાત): તાજેતરમાં જ મુન્દ્રા નગરને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, અહીં સૌથી મોટું ખાનગી પોર્ટ હોવા સાથે નામચીન કંપનીઓ આવેલી હોવાથી મુન્દ્રા નગરને ઔધોગિક નગર તરીકે પણ જાણીતું છે પરંતુ જેવી રીતે આ વિસ્તારનો ઔધોગિક વિકાસ થઈ રહ્યો છે તેમ હવે ગેરપ્રવૃત્તિઓનો પણ રાફડો ફાટી રહ્યો છે. કારણ કે, ઉચ્ચ પોલીસ અધિકારીની ધાકથી દેશી દારૂના હાટડા બંધ થતાં હવે બુટલેગરો હોમ ડિલિવરીની સેવા પૂરી પડી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, હાલમાં બુટલેગરોએ મુન્દ્રા નગરમાં કાયમ ધમધમતા રહેતા 18 દેશી દારૂના ભૂંગાઓના ટપ્પણીયા ઉપાડી લીધા છે. પરંતુ અમુક રીઢા બુટલેગરો માંગ મુજબ ચોરી છુપીથી દારૂનો જથ્થો પૂરો પડે છે.
મુન્દ્રા નગરમાં સાડાઉ રોડ થી ભૂખી નદીના પટ સુધી તેમજ શક્તિ નગરથી રાસાપીર સર્કલ અને નાના કપાયામાં સુરભી હોટલ નજીકનો વિસ્તાર મળી કુલ દેશી દારૂના 18 પોઇન્ટ ચાલી રહ્યા હતા. જોકે કસ્ટોડિયલ ડેથના બહુચર્ચિત કાંડના કારણે મુન્દ્રા પોલીસની છાપ ખરડાઈ જતા પશ્ચિમ કચ્છ એસપીએ કડક રૂખ અપનાવી સ્થાનિકે પ્રામાણિક પોલીસ અધિકારીની નિમણુંક કરી હતી. જેને કારણે થોડા સમય સુધી તો દેશી દારૂના ધંધાર્થીઓ પડી ભાગ્યા હતા. પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ પોલીસમથકમાં અમુક પોલીસકર્મીઓએ ફરીથી અધિકારીની જાણ બહાર મોટા બુટલેગરોને ધંધા કરવા માટે હા પડી દીધી હતી.
મળતી માહિતી અનુસાર, પહેલાં દારૂડિયાઓ દારૂ લેવા માટે પોઇન્ટ પર જતા હતા. જયારે હવે બુટલેગરો દારૂની હોમ ડિલિવરી મળતી હોવાથી ઉડતા પંજાબ ફિલ્મની જેમ આ નગરમાં ઠેક ઠેકાણે લથડીયા ખાતા શરાબીઓ નજરે જોવા મળી રહ્યા છે. દિવસ દરમિયાન પણ બજાર વિસ્તારમાં લથડીયા ખાતા દારૂડિયાના કારણે મહિલાઓમાં દરનો માહોલ જોવા મળે છે. દેશી દારૂની લતને કારણે ઘણા પરિવારો બરબાદ થઈ રહ્યા છે. દારૂની લત એ એક ગંભીર દુષણ હોવાથી આને બંધ કરવા માટે મુન્દ્રા નગરમાં પોલીસ કોઈ કાર્યવાહી કરે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે. પીઆઇ મિતેષ બારોટને આ બાબતે પૂછતાં તેમણે હાલમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે તેમ જણાવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.