ગુજરાતમાં નર્મદાના નદીના કિનારે સરદાર વલ્લભભાઇ પટેલના દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂનું અનાવરણ થયાના થોડા મહિનામાં જ રાજસ્થાનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા શિવની પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે. રાજસ્થાનના નાથદ્વારામાં ભગવાન શિવની 351 ફૂટ ઊંચી પ્રતિમા બની રહી છે.
આ દુનિયાની સૌથી ઊંચી શિવ પ્રતિમા હશે, જે આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં બનીને તૈયાર થઇ જશે.
આમતો મહાદેવ શિવ ને રાજી કરવા માટે લોકો અવારનવાર ભક્તિ કરતા રહે છે. અને હાલના સમયમાં જોઈએ તો મહાદેવની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બની રહી છે. આ મૂર્તિ દુનિયાની સૌથી ઉંચી બનશે. આ પ્રતિમા જયારે બનીને તૈયાર થશે ત્યારે આ મૂર્તિ દુનિયાનું ધ્યાન તેની તરફ ખેચસે.
ઉદયપુરથી 50 કિલોમીટરના અંતરે શ્રીનાથદ્વારાની ગણેશ ટેકરીમાં સિમેન્ટ કોન્ક્રિટથી બની રહેલી વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું 90% કામ પૂર્ણ થઇ ગયું છે. આ અંગે પરિયોજનાના પ્રભારી રાજેશ મહેતાએ જણાવ્યું હતું કે, 351 ફૂટ ઊંચી સિમેન્ટ કોન્ક્રિટથી નિર્મિત શિવ પ્રતિમા દુનિયાની ચોથા નંબરની અને ભારતની બીજા નંબરની સૌથી ઊંચી પ્રતિમા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.