બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ અને હવે આવી સૌથી ખતરનાક યેલો ફંગસ, અહિયાં નોંધાયો પ્રથમ કેસ- જાણો લક્ષણો

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે.દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ ગુજરાત રાજ્યમાં નોંધાયા છે. કોરોનાની પહેલી લહેરમાં બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસનો કહેર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે બે ફંગસ વચ્ચે નવી “યેલો ફંગસે” એન્ટ્રી મારી છે.

ત્યારે હાલમાં યેલો ફંગસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી યેલો ફંગસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. નોંધનીય એ છે કે, આ યેલો ફંગસ, બ્લેક અને વ્હાઇટ ફંસગ કરતાં ખુબ વધારે ખતરનાક છે. જેથી તેમણે મુકોર સેપ્ટિકસ (યેલો ફંગસ)નું નામ આપવામાં આવ્યું છે.

યેલો ફંગસનો પ્રથમ કેસ ગાઝિયાબાદમાં:
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં યેલો ફંગસનો કેસ સામે આવ્યો છે. જે દર્દીની ઉંમર 34 વર્ષ છે અને તે પહેલા  કોરોના સંક્રમિત થયા હતા. આ દર્દીને ડાયાબિટીસની બિમારી પણ છે.

યેલો ફંગસના લક્ષણો:
યેલો ફંગસ એક ખતરનાક બીમારી છે કારણ કે તે આંતરિક રીતે થાય છે. તેના લક્ષણોમાં ચુસ્તી, ભુખ ઓછા પ્રમાણમાં લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને શરીરનું વજન ઘટી જવું. જેમ જેમ યેલો ફંગસ આગળ વધે છે, તેમ તેમ તે ખુબ ખતરનાક થતી જાય છે. યેલો ફંગસમાં ઘામાંથી પરું નીકળવાની શરૂઆત થાય છે અને ઘા ધીમે ધીમે રૂજાય છે.

કેવી રીતે લેશો યેલો ફંગસની સારવાર:
મુકોર સેપ્ટિકસ (યેલો ફંગસ)ના લક્ષણો છે ચુસ્તી, ભુખ ઓછા પ્રમાણમાં લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને શરીરનું વજન ઘટી જવું. ડોક્ટરની સલાહ મુજબ આ લક્ષણો ગંભીર છે કારણ કે તમને એમાંથી કોઈપણ લક્ષણ જોવા મળે તો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરો. મુકોર સેપ્ટિકસની એકમાત્ર સારવાર amphoteracin b ઇન્જેક્શન છે.

યેલો ફંગસનું મુખ્ય કારણ:
તબીબોના અનુસાર યેલો ફંગસ ફેલવાવનું મુખ્ય કારણ સ્વચ્છતા ન રાખવી છે. માટે હમેંશા પોતાના ઘરમાં અને આસપાસની જગ્યા પર સ્વચ્છતા રાખો. સ્વચ્છતા રાખવી એજ બેક્ટેરિયા અને ફંગસનો ફેલાવો અટકાવવામાં મદદરૂપ થશે. વાસી ખોરાક અથવા ગંદા ખોરાકનો જેમ બને તેટલો ઝડપથી નાશ કરવો જોઈએ.

કેવી રીતે બચશો યેલો ફંગસથી:
ઘરમાં રહેલો વધુ પ્રમાણનો ભેજ એ બેક્ટેરિયા અને ફંગસને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી ઘરમાં ભેજ કેટલો છે તેનું સમયાંતરે ચેક કરવું જોઈએ. ભેજનું યોગ્ય પ્રમાણ 30ટકા થી 40 ટકા જેટલું હોવું જોઈએ.  ઘરમાં રહેલ વધારે પડતો ભેજની સરખામણીમાં ઓછા ભેજનો સામનો કરવો ખુબ સહેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *