રેવડી કલ્ચર અંગે CR પાટીલે ‘AAP’ પર કરેલી ટીપ્પણીનો ઈસુદાન ગઢવીએ આપ્યો જડબાતોડ જવાબ

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, આજે ફરી એકવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતની જનતાનું અપમાન…

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, આજે ફરી એકવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. ફરીથી મફત મફત કરી અને ગુજરાતની જનતાને જે હકો મળવા જોઈએ એ ન મળે એના માટેના ષડયંત્રો રચી રહ્યા છે. સી.આર.પાટીલ કહે છે કે ” અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવે છે અને ખોટા વચનો આપે છે, નોકરીઓના ખોટા વચન આપે છે, ચાઈનીઝ વચન આપે છે” હું સી.આર.પાટીલજીને એટલું જ કહીશ કે તમે હદ કરો છો કારણ કે અરવિંદ કેજરીવાલએ દિલ્હીમાં જે જે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કરી બતાવ્યા છે, પંજાબમાં જે મફત વીજળીના વાયદા કર્યા હતા એ પૂરા કરી બતાવ્યા છે.

ગુજરાતમાં આટ આટલા પેપર ફૂટે છે, તો શું એના માટે એક પણ જવાબદાર નેતા જેલમાં ગયા? તમે નોકરીની લાલચની વાત કરો છો તો શું તમે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં કેટલા પેપર ફૂટ્યા છે? અને એ જે પેપર ફૂટ્યા છે એના માટે કયા મંત્રી કે નેતા જેલમાં ગયા? આજે તમે લોકોએ લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે.

તમે વીજળી ફ્રી લો છો અને ભાજપના પેજ પ્રમુખને વીજળી ફ્રી મળે તો તમને પીડા થાય છે. તમે ભાજપના કાર્યકર્તાઓનો પણ વિરોધ કરો છો, એ લોકોને કંઈ ન મળવું જોઈએ, કેમ બધું તમને એકલાને જ મળવું જોઈએ? સી.આર.પાટીલે જે ગુજરાતની જનતા પર નિવેદન કર્યું છે, ગુજરાતની જનતાનું અપમાન કર્યું છેે. હું સમજુ છું કે, ગુજરાતની જનતાને સારું મળે તેનો માનસિક રીતે તમે વિરોધ કરો છો. ગુજરાતની જનતાની તમારે માફી માંગવી જોઈએ અને ગુજરાતની જનતાનું અપમાન કરતા પહેલા સી.આર.પાટીલ પહેલા 100 વાર વિચારે, કેમ કે ગુજરાતની જનતા તમને ચૂંટણીમાં જવાબ આપશે, જડબાતોડ જવાબ આપશે.

આજે કેટલાય કર્મચારીઓને અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ છે. તેમના કામ તમે પહેલા કરી દીધા હોત તો આવું ન થાત, પોલીસ એક ડિસિપ્લિન ફોર્સ હોવા છતાં તેમણે સ્ટેટસમાં વિડિયો મૂક્યા કેટલી હદે તે પીડિત હશે, પણ તમે તેમની માંગ પુરી ના કરી, ચિંતા નહીં હવે બે મહિના છે તમે નિવેદનો કરો ગુજરાતની જનતા જવાબ આપશે અને પછી આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે કંઈક કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *