સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે. હાલમાં ઘણા બધા લોકો હોસ્પીટલમાં દાખલ છે. જેમાંથી અમુક લોકો પાસે તો ખાવાના પણ રૂપિયા હોતા નથી. તેવામાં આવા લોકો સારવાર માટે રૂપિયા ન જ હોય શકે. તે એક સામાન્ય વાત છે. ત્યારે બીજી તરફ, હોસ્પિટલોની બેદરકારી સામે આવતી જોવા મળી રહી છે.
ગઈકાલે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી હતી. જેમાં મહિલાને કોરોના ન હોવા છતાં પણ તેને કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર તેને કોવિડ વોર્ડ માં દાખલ કરી દેવામાં આવી હતી. જ્યાં મહિલાનું બે દિવસમાં જ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. પરંતુ જ્યારે મહિલાનો કોરોનાનો રિપોર્ટ આવ્યો ત્યારે ડૉક્ટરોને ખબર પડી કે, મહિલાને કોરોના ન હતો. આ બાબતે મહિલાના પરીવારજનોએ આક્ષેપ છે કે, હોસ્પિટલમાં સમયસર યોગ્ય સારવાર ન મળવાના કારણે તેમનું મોત નિપજ્યું છે.
આવી જ વધુ એક ડોક્ટરોની બેદરકારીની ઘટના સામે આવી છે. ઝારખંડના લોહરદગા જિલ્લાના કેરો પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામમાં વીજશોક લાગવાને કારણે એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ યુવકને જ્યારે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તે જીવીત હતો. ચાન્હો પ્રાથમિક સારવાર કેન્દ્રના તબીબોએ મૃત જાહેર કરીને શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું હતું.
જ્યારે પોસ્ટમોર્ટમ માટે તેને લઈ જવામાં આવ્યો ત્યારે પોસ્ટમોર્ટ કરતા પહેલા તે જીવીત હતો. જેની જાણ થતા તેને તાત્કાલિક ICU માં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ખારતા ગામમાં રહેતા કેંદરા ઉરાંવનો પુત્ર જિતેન્દ્ર ગામમાં લગાવેલા એક ટેન્ટને ખોલી રહ્યો હતો. આ સમયે તે ઉપરથી પસાર થતી 11 હજાર વોટની લાઈનની ઝપેટમાં આવ્યો અને જોરદાર વીજશોક લાગ્યો. શરીરનો કેટલાક ભાગ પણ દાઝી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો દોડી આવ્યા હતા. પ્રાથમિક સારવાર કેન્દ્રમાંથી આનન-ફાનન હોસ્પિટલમાં ઈલાજ માટે રાંચી જિલ્લાના ચાન્હોના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં થોડી તપાસ કર્યા બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. ચાન્હો પોલીસની ટીમે દેહનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
મળતી માહિતી અનુસાર, પોસ્ટમોર્ટમ રૂમમાંથી જાણવા મળ્યું કે, યુવક જીવીત છે. એ પછી યુવકને તાત્કાલિક ICUમાં એડમિટ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન થોડા સમયમાં એનું મૃત્યું થયું હતું. પોસ્ટમોર્ટમના તબીબોએ કહ્યું કે, જ્યારે એને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો ત્યારે એના ઘબકારા ચાલું હતા. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, જો યુવકનો સમયસર ઈલાજ કરવામાં આવ્યો હોત તો યુવક જીવીત રહ્યો હોત. આ રીતે યુવકની મોત માટે તબીબો જવાબદાર છે. આ વાત પરિવારજનોએ પોલીસ ટીમને પણ કહી હતી. રીમ્સના ડૉક્ટરે ત્યાં સુધી કહ્યું કે, પ્રાથમિક તપાસ ત્યાં કરાવી એના કરતા અહીં આવ્યા હોત તો કદાચ જીવ બચી જાત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news