સુરત(Surat): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. હાલ તો ભારે વરસાદના કારણે તાપી નદી(Tapi river) બે કાંઠે વહી રહી છે. ત્યારે તાપી નદી પરથી પસાર થતાં કેબલ સ્ટેઈડ બ્રિજ(Cable bridge) પરથી એક યુવકે નદીમાં મોતની છલાંગ લગાવી છે.
બ્રિજ પર પોતાનું બાઈક મૂકીને યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. સ્થાનિકોએ યુવકના તાપી નદીમાં કુદવા અંગે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા હાલ યુવકને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
બાઈક બ્રિજ પર મૂકી કુદી ગયો:
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારના કેબલ બ્રિજ પરથી યુવકે લગાવી તાપી નદીમાં મોતની છલાગ લગાવી દીધી હતી. યુવક પોતાની હોન્ડા ગાડી (નં. GJ05- GL-2947) બ્રિજ પર મૂકી હતી. ત્યાર બાદ તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ અંગે હાજર લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી અડાજણ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયરબ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરાઈ:
હાજર લોકો દ્વારા યુવક તાપી નદીમાં કુદી ગયો હોવાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. તેમજ યુવકને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફાયરબ્રિગેડની ટીમ તપાસમાં અવરોધ આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.