Young man died in surat: સુરતમાં વરસાદી સિઝનની શરૂઆતમાં જ થતાની સાથે જ કરંટ લાગવાની ઘટનાઓ પણ સામે આવવા લાગી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ભરતા હતા અને કરંટ ગેસલાઇનની(young man died in surat) પાઇપમાં ઉતરી ગયો હતો. આ દરમિયાન નોકરી પરથી ઘરે આવેલા યુવકે ગેસલાઈન પકડતા કરંટ લાગ્યો હતો અને મોતને ભેંટ્યો હતો.
5 મહિના પહેલા જ લગ્ન થયા હતા
મૂળ ઉત્તરપ્રદેશનો 27 વર્ષના પ્રદીપ વર્મા છેલ્લા 27 વર્ષથી સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતો હતો. પાંચ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા અને માતાપિતા વતન રહેતા હતા એટલે પતિ-પત્ની જ અહી રહેતા હતા. પ્રદીપ સિલાઇનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ ઘટનાના 15 દિવસ પહેલા જ પત્નીને વતન મોકલી હતી અને તે બે બહેનો સાથે અહીં રહેતો હતો.
ગેસપાઇપ પકડતા કરંટ લાગ્યો
સુરતમાં છેલ્લા બે દિવસથી ઘણો વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન પ્રદીપ નોકરી પરથી ઘરે પરત ફર્યો હતો અને ઘરે જવા સીડી સુધી પહોંચી રહ્યો હતો. જો કે, પાણી ભર્યું હોવાથી તે સાઈડમાંથી નીકળવા માટે ગેસની લોખંડની પાઇપ પકડતા જ તેને કરંટ લાગ્યો હતો.
બચાવવા જનાર યુવકને પણ કરંટ લાગ્યો
પ્રદીપને કરંટ લાગ્યો હોવાની જાણ થતાં જ સ્થાનિકો લોકો દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, બચાવવા જનાર એક યુવકને પણ જોરદાર કરંટ લાગતા તે ફેંકાઈ ગયો હતો. આ કારણોસર તેને ગંભીર પ્રમાણમાં ઇજા પણ થઇ હતી. ત્યારબાદ પાવર બંધ કરી 108ને બોલાવી પ્રદીપને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે પ્રદિપને મૃત જાહેર કર્યો હતો.
ભાઈનું અકાળે મોત થતાં બહેનનું હૈયાફાટ રુદન
પરિવારના મોટા દીકરાનું પણ સાત મહિના પહેલા જ મોત થયું હતું. ત્યારે નાના દીકરાનું પણ અકાળે મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. બંને બહેનો ભાઈનું મોત થતાં ભાંગી પડી હતી. સિવિલ હોસ્પિટલના બહેનના હૈયાફાટ રુદનના કારણે ગમગીની છવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.