લાલબત્તી સમાન ઘટના: Surat માં ચાલુ ટ્રેનમાં ચડવા જતા યુવકનો પગ લપસ્યો અને… વિડીયો જોઇને જીવ અધ્ધર થઇ જશે

Surat, Gujarat: સુરતમાં એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટના Surat રેલ્વે સ્ટેશનથી સામે આવી છે. અને આ યુવકને પડતો જોતા, ત્યાં ફરજ બજાવી રહેલા આરપીએફ કર્મી દોડીને આવ્યા અને લોકો પણ ભેગા થઈ ગયા. ટ્રેન ઉભી રહી જતા મુસાફરનો જીવ બચી ગયો. સીસીટીવી કેમેરામાં કેદ થઇ સમગ્ર ઘટના.

મળેલી માહિતી અનુસાર સુરતના રેલ્વે સ્ટેશન પર પ્લેટ ફોર્મ નંબર 1 પર આવેલી ચાલુ ટ્રેનમાં એક મુસાફરે ચડવાનો પ્રયાસ કર્યો અને ત્યારે તેનો પગ લપસતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો. મુસાફરને પડતો જોઈને ફરજ બજાવી રહેલા આરપીએફ સંદીપ યાદવની તેને જોઈ ગયા અને તરત જ ત્યાં દોડીને આવ્યા.

તેને દોડતા જોઈને લોકો પણ મદદ માટે આવ્યા. અને ત્યારે ટ્રેન ઉભી રહી અને તેથી મુસાફરનો જીવ બચી ગયો હતો. મુસાફરનો જીવ બચી જતા પોલીસ અને બધા લોકોના શ્વાસમાં શ્વાસ આવ્યો. અને ત્યાર બાદ મુસાફરે આરપીએફ જવાન સંદીપ યાદવનો આભાર માન્યો હતો.

સ્ટેશન પર લોકો ટ્રેનમાં સીટ મળે તે માટે શરુ ટ્રેનમાં જ ચડવાનો પ્રયાસ કરતા હોય છે અને અકસ્માત સર્જાય છે. અને સીટ મળે તેવી જલ્દીના લીધે કોઈ વાર લોકો જીવ પણ ગુમાવી બેસે છે. પણ અત્યરે આપને જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટનામાં સદનસીબે આ ઘટનામાં મુસાફરનો જીવ બચી ગયો હતો.

ટ્રેનમાં આ પ્રકારે ઉતાવળ કરીને ચડવું યોગ્ય નથી. આ ઘટના લોકો માટે ચેતવણી રૂપ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, સાથે સાથે લોકો આવી ભૂલ કરીને પોતાનો જીવ જોખમમાં ના મુકે તે માટેનીં અપીલ પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *