8 દિવસની મહેનત બાદ રાજકોટના યુવાને બનાવી દુનિયાની સૌથી મોટી રજવાડી કંકોત્રી- વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું પોતાનું સ્થાન 

Youth from Rajkot made a Kankotri in the world record: દેવ દિવાળીના બીજા દિવસે 24મી નવેમ્બર થી સમાજમાં લગ્ન સરા શરૂ થઈ ગયા છે ત્યારે દરેક પરિવાર પોતાના આંગણે આવેલા પ્રસંગોમાં ખૂબ સારી રીતે દિપાવવા માટે પ્રયાસો કરતા હોય છે. રાજકોટમાં એક યુવકે પોતાના લગ્નની પત્રિકા જાતે બનાવી છે. મૂળ કણજડીના અને રાજકોટના ધર્મેશના યુવકે 3 બાય 10 ફૂટની સૌથી મોટી કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી બનાવીને યુવકે વર્લ્ડ રેકોર્ડમાં(Youth from Rajkot made a Kankotri in the world record) પોતાનું સ્થાન બનાવ્યું છે.

ધર્મેશના યુવકની ભારતી નામની યુવતી સાથે 7 ડિસેમ્બરે લગ્ન થવાના હોવાથી તેને પોતાની જાતે 3 બાય 10ની કંકોત્રી બનાવી છે. આ સાથે જ ધર્મેશે લખેલી પુસ્તક જીવન સુગંધનુ વિમોચન લગ્ન સમયે કરવામાં આવશે.

લગ્ન પહેલા ધર્મેશ નામના યુવકે લખેલી પુસ્તકનું 6 ડિસેમ્બરના રોજ વિમોચન કરવામાં આવશે. તેમજ તે દિવસે અંગદાન અને વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ધર્મેશને આ કંકોત્રી બનાવવામાં 8 દિવસ જેટલો સમય લાગ્યો હતો.જેને પ્લાસ્ટિકના રોલ પર કલર કરીને બનાવવામાં આવી રહી છે.

રાજકોટની જ્યોતિ MNC કંપનીમાં નોકરી કરતા ધર્મેશે આની પહેલા પણ પાણીમાં રંગોળી બનાવીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

અત્ર ઉલેખનીય છે કે, સુરતમાં પણ આવી એક પત્રિકા વાયરલ થઈ રહી છે.સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મોરબા ગામના ભુવા પરિવારમાં વિનુભાઈના પુત્ર યોગીના લગ્ન પ્રસંગે લગ્ન આમંત્રણ પત્રિકામાં સપ્તપદીના સાત વચનની સાથે સાથે સામાજિક જન જાગૃતિ માટેના સાત વજનો દ્વારા સગા સ્નેહી સંબંધીઓ અને લગ્નમાં આવનાર દરેક વ્યક્તિ જાગૃત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *