ખૂની બન્યો સુરતનો ડુમસ દરિયો- રવિવારના દિવસે નાહવા ગયેલા 2 યુવકો ડૂબતા મચ્યો હાહાકાર, એકનું મોત

Published on Trishul News at 4:49 PM, Mon, 7 August 2023

Last modified on August 7th, 2023 at 5:33 PM

13 year old Piyush Yadav dies in Dumas sea in Surat: સુરતમાં લોકોને રવિવારની રજા મળતાની સાથે જ લોકોની પહેલી પસંદ ડુમસના દરિયા કિનારે જવાની રહેતી હોય છે. મોટાભાગના લોકો રવિવારે મિત્ર અથવા પરિવાર સાથે ડુમસના બીચ પર જઈને રજાનો આનંદ માણતા હોય છે. ત્યારે સુરતમાં ગત રવિવારની રજા અને ફ્રેન્ડશીપ ડે ના દિવસે ભાઠા વિસ્તારમાંથી પાંચ મિત્રો ફરવા માટે ડુમસ બીચ પર ગયા હતા. નમસ્તે દરિયા કિનારે ગણેશ મંદિરની પાછળ નાહવા ગયેલા બે મિત્રો પૈકી એક યુવક લાપતા થયો હોવાના સમાચાર મળતા જ અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે બીજા મિત્રોનો ચમત્કારિક રીતે બચાવો થયો છે. મોડી રાત સુધી ફાયર વિભાગના જવાનોએ યુવક ની શોધ કોણે કરી હતી તેમ છતાં યુવકનો કોઈ પતો લાગ્યો નથી.

મળતી માહિતી અનુસાર, સુરતના ભાઠે વિસ્તારમાં ખોડીયાર નગર પુષ્પા નગરમાં રહેતા પાંચ મિત્રો રવિવારની રજા અને ફ્રેન્ડશીપ ડે ના દિવસે ડુમસ દરિયા કિનારે નાહવા માટે ગયા હતા. પાંચ મિત્રો પૈકી 13 વર્ષીય યુવક પિયુષ સંજયભાઈ યાદવ અને 17 વર્ષ સત્યમ ચૌહાણ નાહવા માટે દરિયામાં ઉતર્યા હતા. તે દરમિયાન ભરતીનું પાણી ફરી વળતા પિયુષ પાણીમાં તણાવવા લાગ્યો હતો. તેમજ સત્યમ પાણીમાંથી બહાર નીકળી ગયો હતો.

પિયુષ પાણીમાં તણાતાની સાથે જ દરિયા કિનારે સેલાણીઓની ભીડ એકત્ર થઈ ગઈ હતી. ત્યારબાદ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની જાણકારી મળતાની સાથે જ વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગુમ થયેલ પિયુષને શોધવા માટે ફાયર જવાનોએ મોડી રાત સુધી પ્રયાસો હાથ ધર્યા હતા. સમગ્ર ઘટના અંગે પિયુષના પરિવારજનોને જાણીતા આખો પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો. આજે વહેલી સવારથી ફરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરીયા પર મોજૂદ અન્ય સહેલાણીઓને દરિયામાંથી બહાર આવી જવાની સૂચના પણ આપવામાં આવી હતી.

ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે, પિયુષ જ્યારે પાણીમાં નાહવા પડ્યો હતો તે સમેયે દરીયાની લહેરો ઉંચે સુધી ઉઠી હતી. આ જોઈને બહાર બેઠેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી દીધી હતી. આ દરમિયાન સત્યમ ચૌહાણ ત્વરિત દોડીને બહાર આવી ગયો હતો, જો કે, પિયુષના કમર સુધી પાણી આવી ગયા હોવા છતાં તે પાણીમાંથી બહાર નીકળ્યો ન હતો. જોતજોતામાં તે દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો.

Be the first to comment on "ખૂની બન્યો સુરતનો ડુમસ દરિયો- રવિવારના દિવસે નાહવા ગયેલા 2 યુવકો ડૂબતા મચ્યો હાહાકાર, એકનું મોત"

Leave a comment

Your email address will not be published.


*