હાલમાં અતિભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ વીજળી પડતી હોય એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. વીજળી પડવાથી ઘણાં લોકોના મોત પણ થઈ જતાં હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.રમતની દુનિયામાંથી એક કરૂણ સમાચાર સામે આવ્યા છે. મેદાનમાં આકાશમાંથી વીજળી કુલ 2 ક્રિકેટર્સ પર પડી અને આ અકસ્માતમાં બંને ક્રિકેટર્સે દુનિયાને અલવિદા કહી દીધું છે.
કુલ 2 યુવા ક્રિકેટર્સનાં મોતથી રમતની દુનિયા આઘાતમાં રહેલી છે. આ ઘટના બાંગ્લાદેશમાંથી સામે આવી છે, જ્યાં ચોમાસાંની ઋતુમાં વીજળી કહેર બનીને તૂટી પડી હતી.વરસાદને લીધે ગાઝીપુરમાં આવેલ સ્ટેડિયમમાં ચાલી રહેલ ટ્રેનિંગને અટકાવી દેવામાં આવી હતી. આ દરમિયાન ક્રિકેટર મોહમ્મદ નદીમ તેમજ મિઝાનપુર ફૂટબૉલ રમવા લાગ્યા હતા ત્યારે વીજળી એમના પર પડી હતી.
આ કરૂણ ઘટનાનાં સાક્ષી રહેલ મોહમ્મદ પલાશે જણાવતાં કહ્યું કે, અચાનક જ આ બધું થયું. વીજળી પડી તેમજ કુલ 3 છોકરાઓ મેદાન પર પડી ગયા હતાં.બીજા ખેલાડીઓ દોડીને આવ્યા તેમજ એમને પાસેની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં એમણે દુનિયા છોડી દીધી હતી. ડૉક્ટર્સે પણ આની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, માત્ર 16 વર્ષના આ ક્રિકેટર્સનું મોત વીજળી પડવાને કારણે થયું છે.
સ્થાનિક ક્રિકેટ કૉચનાં જણાવ્યા મુજબ એ બંને ખુબ જ શાનદાર ખેલાડી હતા તેમજ એક ટૂર્નામેન્ટમાં પોતાની જગ્યા પાક્કી કરવાં માટે ટ્રાયલની તૈયારી કરી રહ્યા હતા.મે 2016માં માત્ર 1 જ દિવસમાં વીજળી પડવાને કારણે કુલ 82 લોકોના મોત નીપજ્ય પછી ઑથોરિટીએ એને પ્રાકૃતિક આપત્તિ જાહેર કરી દીધી હતી. બાંગ્લાદેશ નોન પ્રોફિટ નેટવર્ક ડિઝાસ્ટર ફૉરમ મુજબ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 350 લોકોનાં મોત નીપજ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en