ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, રક્તદાન(blood donation) કરીને આપણે કોઈનો જીવ બચાવવામાં સફળ રહીએ છીએ, એટલે તો રક્તદાન એજ મહાદાન કહેવામાં આવે છે. તો આજે અમે તમને એવા વ્યક્તિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે અત્યાર સુધીમાં 190 વખત રક્તદાન કરી ચુક્યા છે.
જો વાત કરવામાં આવે તો મહેસાણા(Mehsana) શહેરના મોઢેરા(Modhera) રોડ પરની સરદારધામ સોસાયટીમાં રહેતાં પ્રજાપતિ પરિવારના 3 ભાઇઓએ અત્યાર સુધીમાં 190 વાર રક્તદાન કરી ચૂક્યા છે. માત્ર એટલું જ નહી પણ અત્યાર સુધીમાં 2500 જેટલા યુવાનોને રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા છે.
રાજુભાઇ ફુલચંદભાઇ પ્રજાપતિએ જણાવતા કહ્યું હતું કે, 30 વર્ષ અગાઉ 1993માં એક સગર્ભાને ઇમરજન્સીમાં બ્લડની જરૂર હતી. સદનસીબે આ રક્તદાન કરવાનો લાભ મને મળ્યો હતો. પ્રથમ વાર જ્યારે રક્તદાન કરી જે ખુશી અને આનંદ મળ્યો તેને લઇ થોડા થોડા સમયે રક્તદાન કરવાનું શરૂ કર્યું હતું. જે હેઠળ અત્યાર સુધીમાં હું 101 વાર રક્તદાન કરી ચૂક્યો છે.
વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, જેમાં કોરોના સમયે તેમણે 20 વખત પ્લાઝમાં માટે રક્તદાન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમના દ્વારા 65 વર્ષની ઉંમર સુધીમાં 175 વખત રક્તદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું છે કે, મારાથી પ્રેરિત થઇ મારા મોટાભાઇ જીતુભાઇ અત્યાર સુધી 70 વાર અને મારા નાના ભાઇ કૃષ્ણભાઇ 20 વાર રક્તદાન કરી ચૂક્યા છે. માત્ર એટલું જ નહી પણ ત્રણેય ભાઇઓ દ્વારા અત્યાર સુધીમાં 2500 જેટલા યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. ગઈ 1 જાન્યુઆરી, 2023ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 651 બોટલ રક્ત એકઠું થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.