તેલુગુ દેશમ પાર્ટીના કુલ 6 રાજ્યસભાના સાંસદોમાંથી 4 રાજ્યસભાના સાંસદ ભાજપમાં જોડાઈ ગયા છે. ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી વાય એસ ચૌધરી, સીએમ રમેશ, જી મોહન રાવ અને પી જી વેંકટેશ સહીત ચાર નેતાઓ ભાજપમાં જોડાયા.
તેમણે એક પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે,” નરેન્દ્ર મોદીની વિકાસશીલ નીતિઓથી પ્રેરણા લઈને અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું છે.”બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા હોય તેમને પાર્ટીમાં સદસ્ય બનાવ્યા છે.
આ ઘટના બને ત્યારે પાર્ટી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ દેશની બહાર હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચંદ્રબાબુ નાયડુ પરિવાર સાથે યુરોપ વેકેશનમાં ગયા છે. તેઓ એક દિવસ પહેલાં જ પોતાના પરિવાર સાથે હૈદરાબાદથી યુરોપ જવા માટે રવાના થયા હતા.
ભાજપમાં જોડાયેલા આચાર સાંસદોમાંથી એક સાંસદ વાય.એસ. ચૌધરી છે. વાય એસ ચૌધરી પર જ હજુ થોડા મહિના પહેલા જ ભાજપે ૬,૦૦૦ કરોડના બેંક ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યસભાના ભાજપના સભ્યો એવી રજૂઆત કરી હતી કે વાય.એસ. ચૌધરી અબજો રૂપિયાની સરકારી બેન્કોને નવડાવી છે. તેમણે સવાસોથી વધુ બેનામી કંપનીઓ ઊભી કરીને પારાવાર ગેરરીતિઓ આચરી સરકારી તિજોરીને ફટકો પહોંચાડી કૌભાંડો આચર્યા છે. આવા મહાભ્રષ્ટ માણસની સાથે ગૃહમાં બેન્ચ પર બેસતા ‘અમે લાજી મરીએ છીએ’ આવું ભાજપના સાંસદોએ કહ્યું. આ ભાઈ ને ગ્રુપમાંથી કાઢો.
હવે થોડા મહિનાઓ બાદ જ ચૌધરી ભાજપમાં જોડાતાં જાણે તેમણે ગંગામાં પોતાના પાપ ધોઈ નાખ્યા છે. ભાજપી નેતાઓના મતે પ્રજા માને છે કે ભાજપ તો પારસમણિ જેવો પક્ષ છે તેને સ્પર્શીને કથીર કંચન બની જાય છે. હવે વાય એસ ચૌધરી ના ભ્રષ્ટાચાર ને ભૂલીને તેઓ એક મહાન સંસ્કારી નેતા બની જશે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.