ગુજરાતમાં એક સાથે 6 જિંદગી ડૂબી- ભાવનગરની માલણ નદીમાં ચાર યુવકો, તો પોરબંદરમાં માતા-પુત્રનું ડૂબવાથી મોત

6 people died due to drowning in Gujarat: રાજ્યમાં વધુ એક ડૂબવાની ઘટનાથી મોતની બે ઘટનાઓ સામે આવી રહી છે.ભાવનગરના મહુવાની માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યા છે, તો બીજી બાજુ પોરબંદરના રાણાકંદોરણાના જળાશયમાં માતા-પુત્રનું ડૂબવાથી મૃત્યું થયું છે.(6 people died due to drowning in Gujarat) જે બંન્ને ઘટનાથી પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા છે.

માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યા
ભાવનગરના મહુવાની માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી રહી છે. નાના જાદરા ગામ નજીકથી પસાર થતી નદીમાં યુવાનો ડૂબ્યા છે. બપોરના સમયે નદીમાં નાહવા જતા ચારેય યુવાનો ડૂબી ગયા હતા. જે નદીમાંથી 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યાહતા તેમજ અન્ય એક યુવાનોની શોધખોળ ચાલું છે. મળતી માહિતી અનુસાર,રૂપાવટી ગામેથી કામ અર્થે નાના જાદરા ગામે આ યુવાનો આવ્યા હતા. 4 લોકો ડૂબ્યા છે, જેમાંથી ૩ના મૃતદેહો મળી આવ્યા જ્યારે એકની શોધખોળ ચાલું છે, અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકોમાં ૩ સગા ભાઈઓ હોવાનું સામે અવી રહ્યું છે.

પોરબંદરમાં માતા-પુત્રનું ડૂબવાથી મોત
પોરબંદરમાં રાણાકંદોરણાના જળાશયમાં માતા-પુત્રનું ડૂબવાથી મોત થયું છે. ધાર સીમ નજીકમાં આ ઘટના બની છે. જળાશય નજીક રમતા રમતા બાળક પાણીમાં ડૂબી ગયું હતું. જે બાળકને બચાવવા માતાએ પાણીમાં ઝંપલાવ્યું હતું. જે ઘટનામાં માત-પુત્ર બંન્નેનું ડૂબવાથી મોત થયું છે. ફાયર વિભાગે મૃતદેહને બહાર નીકાળવાની કામગીરી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *