અચાનક નદીમાંથી બહાર નીકળ્યું 60 ફૂટ ઊંચું અને 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર

ઓરિસ્સામાં લગભગ ૫૦૦ વર્ષ જૂનું એક મંદિર નદીમાંથી બહાર આવી ગયું છે. મંદિર શિવલા નદીમાંથી બહાર દેખાવા લાગ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિર પંદરમી સોળમી સદીનું છે. આ મંદિરમાં ભગવાન ગોપીનાથની પ્રતિમા હતી. જેને ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજના પુરાતત્વવિદોની ટીમે જણાવ્યું કે આ લોકોએ આ મંદિરને શોધ્યું છે. આ મંદિર ઓરિસ્સાના નયાગઢ પાસે મહાનદીની શાખા પદ્માવતી નદી વચ્ચે છે.

આર્કિયોલોજિસ્ટ દીપકકુમાર નાયકે જણાવ્યું કે આ મંદિર લગભગ ૬૦ ફૂટ ઊંચું છે. નદીના ઉપર દેખાઈ રહેલા મસ્તક અને તેના નિર્માણ કાર્ય અને વાસ્તુ શિલ્પ અને જોઈને લાગી રહ્યું છે કે આ 15મી અથવા સોળમી સદીનું છે. જે જગ્યાએ આ મંદિર મળ્યું છે તે વિસ્તારને સતપતના કહે છે. સતપતનામાં સાત ગામો હતા. આ સાત ગામ ભગવાન ગોપીનાથની પૂજા કરતા હતા. તે જ સમયે આ મંદિર બનાવવામાં આવ્યું હતું.

દિપક કુમારે જણાવ્યું કે લગભગ ૧૫૦ વર્ષ પહેલા નદીએ પ્રવાહ બદલ્યો અને ઝડપી પૂર આવી ગયું. તેના કારણે મંદિર અને આસપાસનો વિસ્તાર ડૂબી ગયો. આ ઘટના ૧૯મી સદીમાં થઈ હતી. ગામવાળાઓએ ભગવાનની મૂર્તિને મંદિર માંથી કાઢી અને ઊંચા સ્થળ પર ચાલ્યા ગયા. આસપાસના લોકો જણાવે છે કે પદ્માવતી ગામની આસપાસ 22 મંદિરો હતા જે આ નદીમાં ડૂબી ગયા છે. પરંતુ આટલા વર્ષો બાદ ફરી ભગવાન ગોપીનાથ દેવના મંદિર નું મસ્તક બહાર તરફ દેખાઈ આવ્યું.

ભારતીય પુરાતત્વ વિભાગના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અનિલ ધીરે કહ્યું કે અમે મહાનદીના આસપાસના તમામ ઐતિહાસિક ધરોહર નું દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ. અમે આ મંદિરની ચારે તરફ પાંચ કિલોમીટરના વિસ્તારમાં બીજા મંદિરો અને પરિસરોની શોધખોળ કરી રહ્યા છીએ. ગામના લોકો જણાવે છે કે આ મંદિર નું મસ્તક 25 વર્ષ પહેલા દેખાયું હતું. ગામના લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ નદીમાં છે મંદિર ઉપર ચઢવાનો પ્રયત્ન ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *