સુરતમાં રાતે 2 વાગે દારૂ પીને ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

હાલ સુરતમાં રાતે 2 વાગે દારૂ પીને ક્લિનિક ચલાવતા બોગલ ડોક્ટરના લવારાએ તમામને ચોંકાવી દીધા છે. આ ડોક્ટર નશામાં બોલે છે કે, ‘હું BJPમાં છું, 18 વર્ષથી ચલાવી રહ્યો છું, તારી દવા કરવી પડશે, તું પીટેગા’. એટલું જ નહીં પણ ડોક્ટરને ડિગ્રી બાબતે પૂછવામાં આવતા કોઈ પણ જવાબ ન આપતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

નવાઈની વાત એ છે કે, શહેરમાં આવા દારૂડિયા ડોક્ટરનું ક્લિનિક 18 વર્ષથી ચાલી રહ્યું છે અને કોઈને આ અંગે ખબર જ નથી. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો બાદ આખી ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ વીડિયો વાઇરલ કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગૌતમ પટેલ સાથે વાત કરી સમગ્ર ઘટના વિષે જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ બોગસ ડોક્ટરને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

ગૌતમભાઈ પટેલએ જણાવ્યું હતું કે, હા, આમ આદમી પાર્ટીનો કાર્યકર છું લોકોની ફરિયાદ બાદ રાત્રે 2 વાગે ક્લિનિક ચાલુ રાખતા પાંડેસરા હાઉસીંગના ડોક્ટરના આરાધ્ય ક્લિનિક પર ગયો હતો. એમની પાસે કંઈ મેડિકલની ડીગ્રી છે તે બાબતે પૂછતાં ડોકટરે જણાવ્યું હતું કે, તે ભાજપમાં છે.

સુરત અંબાનગર ખાતે આવેલ કાર્યાલયની છત્રછાયા હેઠળ દવાખાનું ચલાવે છે તેમજ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો પૂરો કરી દેશે તેવી ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરી અને તેના વિરુદ્ધ દારૂ પીધેલાનો કેસ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા બીજા દિવસે તેના ડીગ્રીની ખરાઈ કરીને બોગસ ડોક્ટર હોવાનું બહાર આવતા કેસ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

ગૌતમે વધુમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને એક વર્ષ થયું પરંતુ આવું પહેલીવાર જોયું કે, રાત્રે બે વાગે દારૂ પીવા માટે ક્લિનિક ખોલાય છે અને ભાન ભૂલીને કાયદાના ધજાગરા ઉડાડતા આવા બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસ અજાણ છે. હું તો રાત્રે એક મહિલાનો પોલીસ સ્ટેશનથી ફોન આવતા મદદે જઇ રહ્યો હતો. રસ્તામાં ક્લિનિક ખૂલેલું જોઈ કોઈ ઘટના તો નથી બનીને એ જોવા ગયો હતો. ત્યાં આ બંગાળી ડોક્ટર ટેબલ પર જ સુઈ રહ્યા હતા. જગાડતા ખબર પડી કે પીધેલા છે.

વધુમાં જણાવ્યું હતું કે, ઉંઘમાંથી ઉઠતાની સાથે જ દાદાગીરી શરૂ કરી દીધી એટલે મેં વીડિયો લાઈવ કરી નાખ્યું અને કેટલાક સવાલ કર્યા તો મારવાની ધમકી આપી એટલે પોલીસ બોલાવી હતી. પોલીસ સામે આ બોગસ ડોક્ટરે કબૂલ્યું હતું કે, મેં દારૂ પીધો છે. ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને પોલીસ દ્વારા બોગસ ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવતા હોવાનો કેસ કરવાની પણ બાંહેધરી આપવામાં આવી છે. જોઈએ આજે પોલીસ શું કરે છે નહીંતર પોલીસ કમિશનરને મળીને રજુઆત કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *