મરણ પથારીએ પડેલા વ્યક્તિની અંતિમ ઈચ્છા હંમેશા પૂરી કરવામાં આવે છે. પરંતુ અમુક લોકોને વિચિત્ર ઈચ્છાઓ જાગે છે. જેમકે, આ 93 વર્ષના દાદીએ કરેલી માગ સાંભળીને નવાઈ લાગશે. જીવનમાં કોઈ પોલીસ સ્ટેશનના પગથિયા પણ ચડવા નથી માગતું ત્યાં આ દાદીએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે પોલીસે પણ પૂરી કરવી પડી.
Pam Smith નામના ટ્વિટર યૂઝરે જણાવ્યું કે, તેની દાદીને પોલીસે અરેસ્ટ કરી છે. જેના માટે તેણે પોલીસનો આભાર માન્યો. તેણે લખ્યું કે, તેના દાદી 93 વર્ષના છે અને તેમનું નામ Josie છે. તેમની તબિયત આજકાલ ખરાબ રહે છે. જીવનમાં એક વાર પોલીસ ધરપકડ કરે તેવી તેમની ઈચ્છા હતી. પોલીસે આ ઈચ્છા પૂરી કરી તે માટે આભાર.
આ પહેલીવાર નથી કે કોઈ વૃદ્ધ મહિલાએ આવી ઈચ્છા વ્યક્ત કરી હોય. અગાઉ ઈંગ્લેન્ડમાં રહેતા 104 વર્ષના એની બ્રોકનબ્રો (Anne Brokenbrow)નું એક જ સપનું હતું. એ જેલ જવાનું હતું. તેમની ઈચ્છા હતી કે પોલીસ એક વાર તેમને અરેસ્ટ કરે અને જેલમાં પૂરે. એ વખતે પણ પોલીસે આ મહિલાની ઈચ્છા પૂરી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.